Gujarat

સ્વ શાંતાબેન ફુલચંદ ભાઈ ગાંઘી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ગીર ગઢડા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો..

 ગીરગઢડા
 ભરત ગંગદેવ..
તા.૯ એપ્રિલ ૨૩ ના રોજ સર્વ નિદાન કેમ્પ તક્ષશિલા વિદ્યાલય ગીર ગઢડા માં યોજવામાં આવ્યો હતો અંબુજા નગર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કોડિનાર નાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત ડોક્ટર્સ એ પોતાની સેવા આપી હતી જુદા જુદા ક્ષેત્રના નવ વિભાગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પ માં 700. જેટલા દર્દીઓ એ સેવા નો લાભ લીધો હતો કેમ્પ નાં કાર્યક્રમ ને… s.g.v.p.ગુરુકુળ દ્રોનેશ્વર નાં સ્વામી નરનારાયણ દીપ પ્રજ્વલિત કરી કાર્યકમ ને ખુલો મૂક્યો હતો. અનેક સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ તમે ગીરગઢડા ગામના આગેવાનો. વેપારીઓ. મામલતદાર ગીરગઢડા. તાલુકા વિકાસ અધિકારી. પોલીસ સ્ટાફ. હાજર રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ દર્દી ઓને વિના મૂલ્યે દવા વિતરણ કરવામાં આવી હતી . તેમજ તમામ દર્દી ઓ ને પક્ષી માટે પાણી નું કુંડુ વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું. અંતમાં કેમ્પમાં આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો સંતો દ્વારા શુભેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પનું આયોજન સ્વ. હેમલભાઈ ગાંધી ની નવમી પૂણ્યતિથિ  નિમિતે કરવામાં આવ્યું હતું …

IMG-20230409-WA0392.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *