(બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય પાસાઓ ચકાસી ફાઇનલ સિલેક્શન હાથ ધરાયું)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રાનાં ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોશેસિયન અંડર 14 અને તાજાવાલા ઓપન ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટ માટે ક્રિકેટ રમતા યુવાનોનું સિલેક્શન ગોઠવવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લા રૂરલ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા અને રણજી ટ્રોફી પ્લેયર કુલદીપભાઈ રાવલ મુખ્ય સિલેક્શન મેમ્બર તરીકે ઉપસ્થિત રહ્યા હતા તયારે સવારે રૂરલ ક્રિકેટ એસોસિએશન અંડર 14 માં 36 માં થી 26 યુવાનોની પસંદગી થવા પામી હતી અને સાંજે ઓપન ડિસ્ટ્રીક્ટ ટુર્નામેન્ટ માટે 54 માંથી 24 યુવાનો ઉપર બંને સિલેક્ટરો દ્વારા મહોર લગાવવામાં આવી હતી.


