વડોદરા શહેરના વાળી વિસ્તાર પોલીસ સ્ટેશનમાં તારીખ 2/11/2022 નાં રોજ અર્જુનસિંગ સિકલીકર દ્વારા પોતાની પુત્રી ગુમ થયાની અરજી મળેલ હતી જે અનુસંધાને ગુજરાત પોલીસની ટિમ મહિલાની તપાસ અર્થે સર્વેલન્સ વોચમાં હતી તેં દરમિયાન ધ્રાંગધ્રા તાલુકા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ બી કે પરમારને આ બાબતે ઘણા સમયથી વડોદરાનાં ડભોઇ રોડ ઉપર આવેલ સોમાસાર તળાવ પાસે વુડાના મકાનમાં રહેતી અને ગુમ થયેલ મહિલા ધ્રાંગધ્રાનાં વરજપર ગામે હોવાની સૂચના મળી હતી જેના આધારે તત્કાલ બી કે પરમાર દ્વારા વરજપર ગામે પહોચી રામસીંગ સિકલીકરનાં દીકરીને શોધતા તેં મળી આવતા ધ્રાંગધ્રા પોલીસ દ્વારા વડોદરા પોલીસના મારફત વાલી વારસને જાણ કરવામાં આવી અને હાલ મહિલાને પરિવારને સોંપવામાં આવી છે


