જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે બેઠક દરમિયાન આપ્યું ઉપયોગી માર્ગદર્શન
આગામી તા. ૧૨મી, એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે રાજયના માન. રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અંગેનો કાર્યક્રમ યોજાવાનો છે. કાર્યક્રમનું સુચારૂ અને સફળ આયોજન થાય એ માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે સમીક્ષા બેઠક યોજી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આર્થિક પરિસ્થિત ઉન્નત બને તથા દેશના પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થ્ય જળવાઇ તેના પર વિશેષ ભાર આપી રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તથા ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહ્વાન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજયના માન. રાજયપાલ મહોદયના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન ઝુંબેશના સ્વરૂપમાં
કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧૨મી એપ્રિલના રોજ છોટાઉદેપુર ખાતે રાજયના માન. રાજ્યપાલ મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાંપ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયપાલ મહોદયના કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા આગોતરા આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટર સુશ્રી. સ્તુતિ ચારણે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ માટે ઉપસ્થિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરે કાર્યક્રમના સ્થળે સભા મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા ટ્રાફિક નિયમન, પાર્કિંગની વ્યવસ્થા સહિત આનુષાંગિક વ્યવસ્થા અંગે વિગતે સમીક્ષા કરી હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ મદદનીશ કલેકટર રાઠોડ, પ્રાયોજના વહીવટદાર, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી નાયબ કલેકટર અમીત ગામીત, આત્મા પ્રોજેકટના ડાયરેકટર જે.ડી.ચારેલ ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


