ગીરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી જગદીશભાઈ કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ , તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, ગુલામ ભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ, ઓગળ ભાઈ જિલ્લા પ્રમુખ , દેવાયત ભાઈ જનરલ સેક્રેટરી , ઝાલા હરિસિંહ ઉપ પ્રમુખ પ્રમુખ લીલા બેન બેન મહિલા પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા તેમજ સંગઠન ના સદસ્યો હાજર રહ્યા હતા .
આજ ની મિટિંગ મા અર્ધ લશ્કર પરિવાર ને વર્ષો થી થઈ રહેલ અન્યાય, સાવકા વ્યવહાર ને દૂર કરવા સરકાર સમક્ષ રજૂઆત કેવી રીતે કરવી શું પગલા લેવા આવનાર સમય મા તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સર્વે નો એક જ મંતવ્ય કે સૈનિક છીએ ભારત દેશ ના જ્યાં સુધી અર્ધ લશ્કર પરિવાર ને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા અવિરત પ્રયાસ કરતા રહીશું આખરી સાંસ સુધી લડતા રહીશું અને હક લઈ ને જ જંપીશું .
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન