Gujarat

રાજકોટના ભાગોળે આવેલા ખંઢેરી ગામે રેલવે ટ્રેક પાસે ગઇકાલે સવારે આરંભડાના પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મૃતક પ્રેમીકાની સગાઇ થઇ ગઇ હતી. બંને બાઇક પર આવી ખંઢેરી પાસે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ

ખંઢેરી પાસે રેલવે ટ્રેક નજીક એકયુગલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતકરી લેતાં રેલવે પોલીસ મથકનોસ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડીગઇ હતી. પોલીસે તપાસ હાથ ધરતા મૃતકો આરંભડા ગામના ઇશ્વરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) અને સુમીબેન માણસીભાઇ કેર (ઉ.વ.૧૯) હોવાનું જાણવા મળતાં પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેન્દ્રસિંહ વાઘેલા અને સુમીબેન કેર બંને પ્રેમ સંબંધમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક સુમીબેનની બીજે ક્યાંકસગાઇ થઇ ગઇ હતી. જેથી બંને એક નહિં થઇ શકે તેવા ડરથી બાઇક પર નીકળી ગયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા અને સમી કરે ખંઢેરી રેલવે ટ્રેકથી એક કિલોમીટર દૂર બાઈક પાર્ક કરી ટ્રેનના પાટા તરફ ગયા હતાં અને ત્યાંથી નીકળેલી ટ્રેન હેઠળ પડતું મૂકી બંનેએ આપઘાત કરી લીધો હતો.
મૃતક મહેન્દ્રસિંહ વાઘેલા પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવાન બે ભાઇ, બે બહેનમાં નાનો હતો. જ્યારે યુવતી સુમીબેન કેર ચાર બહેન, એક ભાઇમાં નાની હોવાનું અને તેના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ઘટનાની નોંધ કરી બંનેના મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર – નિખીલ ભોજાણી

Screenshot_20230410-162217_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *