નવીદિલ્હી
ભારતીય ટીમનો સ્પિન યુઝવેન્દ્ર ચહલ ૈંઁન્માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે કુલ ૩ મેચમાં ૮ વિકેટ લઈને ટીમની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. એક તરફ તેના આઈપીએલમાં પ્રદર્શનના વખાણ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય ટીમના ક્રિકેટર શ્રેયસ ઐયરને ઇજાના કારણે આ વખતે આઈપીએલ ગુમાવવી પડી છે. પતિના શાનદાર પ્રદર્શનની વચ્ચે ચહલની પત્ની ધનશ્રી વર્મા ચર્ચાનો વિષય બની ગઈ છે. બન્યું જાણે એવું કે ધનશ્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે તેના મિત્રો સાથે પાર્ટીમાં એન્જાેય કરતી જાેવા મળી હતી. ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી તેમના ગ્રુપ ફોટોમાં જાેવા મળ્યો હતો, જે વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. આ ક્રિકેટર બીજાે કોઈ નહીં પણ ભારતીય બેટર શ્રેયસ ઐયર છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરની અને ધનશ્રી સાથેની તસવીરો અગાઉ પણ જાેવા મળી ચૂકી છે, જે બાદ ચાહકોએ તેઓની ઘણી મજાક ઉડાવી હતી. તો આવામાં ફરીથી શ્રેયસ અય્યર ફરી એકવાર ધનશ્રીની પાર્ટીમાં જાેવા મળ્યો છે. જેના કારણે ફેન્સ હવે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધનશ્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાર્ટીના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં શ્રેયસ પાછળ ઉભેલો જાેવા મળે છે. ધનશ્રીએ સ્ટોરી પર શેર કરેલા ફોટામાં શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા ઐય્યર પણ જાેઈ શકાય છે. પરંતુ ચાહકો આ ફોટાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલના ફોટો સાથે એક યુઝરે લખ્યું, ‘ધીમે ધીમે બધા સમજી રહ્યા છે કે શા માટે શ્રેયસે ઇજાગ્રસ્ત થવાનું નાટક કર્યું હતુ.’ આ ઉપરાંત લોકો શ્રેયસ અને ધનશ્રી વચ્ચેના તાલમેલ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જાે કે આ પ્રકારની અફવાઓની ક્રિકેટરોએ કે ધનશ્રીએ ક્યારેય પ્રતિક્રિયા આપી નથી.
