મુંબઈ
અમિતાભ બચ્ચને કરિયરમાં ખૂબ સારો દેખાવ કર્યો છે હવે તેમણે પોતાની જાતને આ દોડમાંથી બહાર કાઢી લેવી જાેઈએ. આરામ કરવો જાેઈએ અને શાનદાર રિટાયરમેન્ટ લઈ લેવી જાેઈએ. સલીમ ખાને આગળ કહ્યું, રિટાયરમેન્ટની સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે, લોકો પોતાની લાઇફનો થોડો સમય પોતાની રીતે વિતાવે અને મરજી મુજબ જિંદગીમાં આગળ વધે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે તેમનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસે તેને ફેન્સ અને બોલિવૂડના તમામ સ્ટાર્સે પણ શુભેચ્છાએ પાઠવી હતી. એવામાં સલમાન ખાનના પિતા અને રાઇટર સલીમ ખાને પણ અમિતાભ બચ્ચનને બર્થડે વિશ કર્યું અને સાથે જ એવી વાત કરી કે જે બિગ બીના ફેન્સને નિરાશ કરી શકે છે. અમિતાભ બચ્ચનને બર્થડે વિશ કરતા સલીમ ખાને કહ્યું કે, હવે તેમણે કામમાંથી રિટાયર્મેન્ટ લઈ લેવું જાેઈએ અને આરામ કરવો જાેઈએ. એક ઇન્ટરવ્યૂમાં સલીમ ખાને કહ્યું કે, અમિતાભ બચ્ચને હવે રિટાયર્મેન્ટ લઈ લેવું જાેઈએ. તેઓએ જીવનમાં જેટલું પણ અચીવ કરવું હતું તે કરી ચૂક્યા. હવે જીવનના કેટલાક વર્ષો તેઓએ તેમના માટે પણ રાખવા જાેઈએ.
