Maharashtra

મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે ફિલ્મમાં રાનીની એક્ટિંગ જાેઈને ઈમોશનલ થઈ ગઈ આલિયા ભટ્ટ

મુંબઇ
રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ જાેયા બાદ આલિયા ભટ્ટ પણ રાનીથી પ્રભાવિત થઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફિલ્મની એક તસવીર શેર કરીને તેનો રિવ્યૂ આપ્યો છે. આવો જાણીએ આલિયાએ શું કહ્યું? આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સાથે તેમણે ડિટેલ્સમાં રિવ્યૂ આપ્યો છે. તમને જણાવી દઈએ કે નવી મોમ આલિયા ફિલ્મમાં રાનીના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થઈ છે. રાનીની સાથે તેણે ત્નૈદ્બ જીટ્ઠહ્વિરના પણ વખાણ કર્યા હતા. અભિનેત્રીએ લખ્યું કે, શનિવારની રાત તેની માતા અને બહેન શાહીન સાથે રડતા વિતાવી. તેણે તેની મનપસંદ રાની મુખર્જીની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે જાેઈ. આ વાર્તા કહેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આલિયાએ આગળ કહ્યું – ‘ખાસ કરીને નવી માતા હોવાના કારણે આ સ્ટોરી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી અને મારા ઘરની પણ ખૂબ નજીક હતી. તારા જેવું કોઈ નથી, રાની. આલિયાએ આગળ કેપ્શનમાં લખ્યું કે, ‘તમારા પ્રેમે જ મને આ ફિલ્મ જાેવા મજબૂર કરી. આ અદ્ભુત ફિલ્મ માટે તમને અને સમગ્ર ટીમને અભિનંદન. લોકોની પ્રતિક્રિયા ભલે ગમે તે હોય, મને આ ફિલ્મ ખૂબ જ ગમી. આ ફિલ્મમાં તમારી જબરદસ્ત એક્ટિંગે જીવન આપ્યું છે.’ આલિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી છે તેમજ આ વખાણ માટે લોકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *