(તાલુકા પીએસઆઈ બીકે મારુડા ગામડાઓમાં ચાલતી દેશી દારૂની બદી ઉપર કાયમી અંકુશ મેળવવા સતત કાર્યશીલ)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ગામડાઓમાં દેશી દારૂનો આથો બનાવતા કે દેશી દારૂ વેંચતા ઈસમો સામે લાલઘુમ બની પ્રસંસનીય કામગીરી બતાડી રહી છે. ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ બી કે મારુડાને ખાનગી રાહે મળેલ બાતમી આધારે તાલુકા પોલીસ દ્વારા વાવડી ગામની સિમમાં બોરીયું વાળી વિસ્તારમાં મુન્નાભાઈ જાદુભાઈ મુલાડિયાનાં ખેતરમાં રેડ કરી હતી. બાતમી હકીકત મુજબ આરોપીનાં ખેતરમાં 450 લીટર દેશી દારૂનો આથો અને દશ લીટર દારૂ મળી આવતા કુલ મુદ્દામાલ રૂ 1100/- નો કબ્જે લઇ સ્થળ ઉપર જ દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તેંમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.