જામકંડોરણા સરપંચ નો ભત્રીજો રાહુલ ઉર્ફે બાવલો ડમડમ હાલતમાં પોલીસ અડફેટે ચડ્યો
*કારચાલક પાસે આઈડી માંગીને રોફ જમાવતો હોવા ની જાણ પોલીસ થાણે કરતાં પીએસઆઈ ડોડીયા સહિત સ્ટાફે તુરંત જ અટકાયત કરી*
જામકંડોરણા સરપંચનો ભત્રીજો રાહુલ ઉર્ફે બાવલા પ્રવિણભાઈ બગડા(ઉ.વ.૨૮, ઇન્દિરાનગર, ગોંડલ રોડ જામકંડોરણા) નશા ની હાલત દબોચાયો આ આરોપી કારચાલક પાસે આઈડી માંગી ને રોફ જમાવતો હોવા ની જાણ કરતાં જામકંડોરણા પીએસઆઈ વિ. એમ ડોડીયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા દોડી જઈને અટકાયત કરી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
આ અંગે ખુદ પોલીસ ફરિયાદી બની છે. ફરીયાદ મા જણાવ્યા મુજબ નવલભાઈ ધીરજભાઈ કોયાણી રહે પાણી ના ટાંકા પાસે જામકંડોરણા પોલીસ સ્ટેશનને આવીને જાણ કરી હતી કે, ગોંડલ રોડ ઉપર ફોફળ નદી પાસે પુલનું બાંધકામ ચાલુ છે તે જગ્યાએ અમારી કાર સામે એક સ્વિફટ કાર આવી જતા તે સ્વિફ્ટ કાર ચાલક નક્ષ પાન વાળાનો દિકરો હતો અને તે મારી પાસે આઇ.ડી. કાર્ડ માંગતો હતો અને અમારી સામે રોફ જમાવવાની કોશીશ કરતો હતો અને મારી સાથે મારા ઘરની મહીલાઓ હોય જેથી હું મારી કાર લઇને ત્યાથી આવતો રહ્યો છું, તે કાર ચાલક ધોરાજી રોડ તરફ ગયેલ છે. જેથી પીએસઆઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જસાપર, ખજુરડા શેડ, ક્રિકેટના ગ્રાઉન્ડ પાસે આવતા એક રાખ્સ જાહેરમાં લથડીયા ખાતો અને બિભત્સ બકવાસ કરતો જોવામાં આવતા તેને રોકી ચેક કરતા તે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનું જણાયું હતું. તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રાહુલભાઇ ઉર્ફે બાવલો પ્રવિણભાઇ બગડા હોવાનું જણાવ્યું હતું. તે નશાની હાલતમાં હોય પોલીસે અટકાયત કરી પીધેલાનો નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા