ઊનાના સનખડા ગામની સીમ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર દિપડાની રંજાડ હોય જેથી વિસ્તારના ખેડૂત
લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. અને ગત રાત્રીના સમયે એક માલીકીની ગાય પર હુમલો કરી મારણ કરતા વાડી વિસ્તારમાં
પાજરૂ ગોઠવી દેવામાં આવેલ હતું.સનખડા ગામે આવેલ ભીડ ભંજન દાદા વાડી વિસ્તારમાં ખેડૂત કવણુભાઈ કાળુભાઇ ગોહિલની
માલીકીની વાડીમાં ખીલ્લે બાંધેલી ગાય ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી આ ગાયનું મોત નિપજતા દીપડાએ રાત આખી
મારણની મિજબાની માણી ફરી સીમ વિસ્તારમાં નાશી છુટ્યો હોય આ ઘટનાથી આજુબાજુના ખેડૂતોમાં ભય ફેલાયો હોય આ અંગે
ખેડૂત માલીકે વન વિભાગને જાણ કરતા વનવિભાગ દ્રારા ખુલ્લી વાડીમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યુ હતું.
