Gujarat

ઉના-દીવ રોડ ઉપરથી છોટા હાથી વાહનમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની 211 બોટલોનો જથ્થો LCBએ 1શખ્સને ઝડપી પાડયો…

ભેજાબાજ બુટલેગરે છોટા હાથી વાહનમાં પાછળના ભાગે ચોરખાનું બનાવી દારૂના છુપાડ્યો હતો..
કેન્દ્રશાસિત દીવ માથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી બૂટલેગરો દ્વારા કરાતી હોય ત્યારે વધુ એક કિમ્યો સામે આવ્યો હતો જેમાં
ઉના દીવ રોડ પરથી ભેજાબાજ બુટલેગરે  છોટા હાથી વાહનમાં પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં છૂપાવેલો દારૂના જથ્થા
સાથે એક શખ્સને એલસીબી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉનાના અંજાર ગામે રહેતો રમેશભાઇ બાબુભાઇ વંશ દીવ થી છોટા હાથી વાહનમાં નં. જી જે 32 ટી 4367 માં દારૂ લઈ દેલવાડા
તરફ આવતો હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લા એલ સી બી ટીમે દેલવાડા ગામ નજીક સતાધાર હોટલ પાસે દીવ રોડ
પર વોચ ગોઠવી દીધી હતી. અને  દીવ તરફ થી છોટા હાથી વાહન આવતા પોલીસે રોકાવી તલાસી લેતા પાછળના ભાગે પાણીનાં
કેરબા નીચે લોખંડની પ્લેટ હટાવતા તેમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો છૂપાવેલો મળી આવતા
ચોકી ઉઠ્યા હતા. આ વિદેશી દારૂની બોટલો નં.211 રૂ.47 હજાર, એક મોબાઇલ, વાહન સહીત કુલ રૂ.1.47  લાખ 500નો
મુદામાલ સાથે એક શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરાતાં અન્ય બે શખ્સો
ચંદુ કેસર ઝણકાટ રહે અંજાર તેમજ પંચમૂર્તિ વાઇન શોપનો સંચાલક રહે. દીવ આ બન્નેના નામ ખુલતા પોલીસે આ સખ્સેનો ઝડપી
પાડવા ચક્રગતિમાન કરેલ છે..
આમ ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી.ના પી આઈ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ વી.કે.ઝાલાની ટીમ
પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ તેમજ પેરોલ ફર્લો
સ્કવોડના જયરાજસિંહ ગોહીલ સહીતનાં ઓએ દેલવાડા ગામે સતાધાર હોટલ પાસે વોચ ગોઠવી વાહન માંથી દારૂનો મોટો જથ્થા
સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

-રોડ-ઉપરથી-છોટા-હાથી-વાહનમાં-બનાવેલ-ચોરખાના-માંથી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *