Delhi

કથાવાચકની સંવિધાન બદલી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ કરતા ભીમ આર્મીએ કર્યો વિરોધ

નવીદિલ્હી
મહાકાલની નગરી ઉજ્જૈનમાં ચાલી રહેલા શિવ મહાપુરાણ કથા દરમ્યાન સીહોરવાળા પંડિત પ્રદીપ મિશ્રાએ સંવિધાન બદલીને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત મંચ પરથી કરી તો હોબાળો થઈ ગયો. ઉજ્જૈનના ભીમ આર્મી કાર્યકર્તા ભકડ્યા હતા. કાર્યકર્તાઓએ એસપી કાર્યાલય બહાર પ્રદીપ મિશ્રાના પૂતળાનું દહન કરીને ભારે નારેબાજી કરી હતી. ભીમ આર્મીએ પંડિત પ્રદીપ મિશ્રાની આ ટિપ્પણી પર કાર્યવાહી કરવાની માગ કરી છે. ઉજ્જૈનમાં છેલ્લા ૭ દિવસ સુધી સીહોરવાળા પંડિત પ્રદીપ મિશ્રા શિવ મહાપુરાણની કથા સંભળાવી રહ્યા છે. દરરોજ શ્રોતાએ અહીં ભજન અને જ્ઞાન લેવા માટે આવી રહ્યા છે. તેમણે દેશને સોનાની ચીડિયા અને સોનાનો સિંહ બનાવવાનું આહ્વાન કર્યું છે. તેની સાથે જ સંવિધાનમાં ફેરફાર કરીને ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત મંચ પરથી કરી હતી. આ વાતને લઈને ભીમ આર્મી, ડોક્ટર આંબેડકર વિદ્યાર્થી સંગઠન અને બહુજન સમાજવાદી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરવાનું શરુ કરી દીધું હતું. ઉજ્જૈનના ભીમ આર્મીના કાર્યકર્તાઓએ એસપી કાર્યાલયનો ઘેરાવ કરીને પંડિત પ્રદીપ મિશ્રા વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. આ દરમ્યાન કાર્યકર્તાઓએ પંડિત મિશ્રાનું પુતળું પણ સળગાવ્યું હતું. ભીમ આર્મીના કાર્યકર્તા ધર્મેન્દ્રએ જણાવ્યું કે, કથા દરમ્યાન પંડિત પ્રદીપ મિશ્રાએ સંવિધાનને બદલવાની વાત મંચ પરથી કહી. તેઓ રમખાણો કરવાની વાત કરી રહ્યા છે. આજે સમગ્ર દેશ સંવિધાનથી ચાલી રહ્યો છે. પ્રદીપ મિશ્રાએ જે કહ્યું કે, તે ન્યાય સંગત નથી. સંગઠનના લોકોએ કહ્યું કે, જાે આવી જ વાતો કરતા રહેશે, તો આવનારી બુદ્ધ જયંતિ પર સૌ એક સાથે બૌદ્ધ ધર્મ અપનાવશે. ઉજ્જૈન એસપી કાર્યાલય પર પ્રદર્શન દરમ્યાન તેમણે પંડિત મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માગ કરી છે. આ મામલામાં ઉજ્જૈન સીએસપી સચિન પરતેએ જણાવ્યું કે, ભીમ આર્મી, ડોક્ટર આંબેડકર વિદ્યાર્થી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા તથાકથિત વીડિયોને લઈને આવેદન આપ્યું છે. આવેદનના માધ્યમથી કાર્યવાહીની માગ કરી છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *