Delhi

તમિલનાડુ સરકારને ઝટકો ઃ સુપ્રીમ કોર્ટે ઇજીજી કૂચ પર મદ્રાસ હાઈકોર્ટનો ર્નિણય યથાવત રાખ્યો

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે આરએસએસકૂચ પર હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખતા સ્ટાલિન સરકારની અરજીને ફગાવી દીધી હતી. આ પહેલા હાઈકોર્ટે આ મામલે આરએસએસ માર્ચને લીલી ઝંડી આપી દીધી હતી. જેની સામે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો જેમાં આરએસએસને રાજ્યમાં માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ વી રામસુબ્રહ્મણ્યમ અને પંકજ મિત્તલની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ૧૦ ફેબ્રુઆરીના રોજ આરએસએસને ફરીથી નિર્ધારિત તારીખો પર તમિલનાડુમાં તેની રૂટ માર્ચ કાઢવાની મંજૂરી આપી હતી. બેન્ચે કહ્યું હતું કે સ્વસ્થ લોકતંત્ર માટે વિરોધ જરૂરી છે. બીજી તરફ સ્ટાલિન સરકારે હાઈકોર્ટના આ ર્નિણય સામે દલીલ કરી હતી કે આરએસએસની કૂચથી ઘણા જિલ્લાઓમાં ખતરો ઉભો થઈ શકે છે. કારણ કે ઘણા રસ્તાઓ પર કૂચ યોગ્ય નથી અને વધુમાં કહ્યું હતું કે સરકાર મર્યાદિત સ્થળોએ જ મંજૂરી આપવા માંગતી હતી જેવા કે બંધ ભવનોમાં પણ રસ્તા પર મંજૂરી આપવા માંગતી ન હતી. બીજી તરફ આરએસએસએ આ મામલે રાજ્ય સરકારના ર્નિણયને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *