Gujarat

સુવાળીયા સુખડીયા પરીવાર દ્વારા રાણપુરમાં રાજ રાજેશ્વરી ભવાની માતાજીનો 27 મો ચૈત્ર મહોત્સવ ઉજવાયો..

રાજોપ્યાર પુજા,હોમાત્મક નવચંડી યજ્ઞ,ધ્વજા રોહણ,લોક ડાયરો,રાસ ગરબા સહીતના કાર્યક્રમો યોજાયા…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાદર નદી અને ગોમા નદી ના મધ્યમાં આવેલ પવિત્ર અને ઐતિહાસિક રાણા ના ગઢમાં બિરાજતા રાજ રાજેશ્વરી ભવાની માતાજી નો 27 મો ચૈત્ર મહોત્સવની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી.સુવાળીયા સુખડીયા પરીવાર દ્વારા આ મહોત્સવનુ આયોજન કરવામાં આવેલ જેમાં મહાઅભિષેક,અન્નકુટ,રાજોપ્યાર પુજા,શોભાયાત્રા,હોમાત્મક નવચંડી યજ્ઞ,ધ્વજા રોહણ,લોક ડાયરો,રાસ ગરબા સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ભક્તાભાવ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ચા-નાસ્તો તેમજ સરબત-તરબુચ નો સ્ટોલ અને મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ 27 માં ચૈત્ર મહોત્સવમાં સુવાળીયા સુખડીયા પરીવારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230412-173238.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *