ગીરગઢડા
ભરત ગંગદેવ
કોડીનાર તાલુકા ના અડવી ગામ ની પ્રાથમિક શાળા ના ધોરણ આઠ નાં વિદ્યાર્થી ભાઈ બહેનો ને આગળ અભ્યાસ અર્થે વિદાય અપાઈ.ગામ ના દાતા શ્રી દ્વારા તમામ બાળકો ને ભાગવત ગીતા અપાવા માં આવી હતી..
ડોળાસા નજીક નાં અડવી ગામ ની પ્રાથમિક શાળા ના ધોરણ આઠ નાં બાળકો નો આં શાળા માં અભ્યાસ ક્રમ પૂરો થઈ જતાં આગળ અભ્યાસ અર્થે આં બાળકો ને જીવન માં ઉત્સાહ ભેર આગળ વધવાની શીખ સાથે વિદાય આપવા મનાવી હતી.અડવી ગામ ના વેપારી અજીતભાઈ મોરી એ તેમના માતુશ્રી ની સ્મૃતિ માં દરેક બાળક ને ભાગવત ગીતા આપવા માં આવી હતી.
આ પ્રસંગે અડવી ગામ ના ઉપસરપંચ અજીતભાઈ પરમાર…..ખેડૂત અગ્રણી નારણભાઈ ડોડીયા …શાળા ના આચાર્ય ભlવસિહભાઈ ડોડીયા…અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.કાર્યક્રમ નું સંચાલન ભરતભાઈ રાઠોડ કર્યું હતું.


