મકસુદ કારીગર.કઠલાલ
કઠલાલ તાલુકાના ફાગવેલ ખાતે ભાજપ યુવા મોરચા તેમજ હેપ્પી ક્લિનિક દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું હતું. સર્વ નિદાન કેમ્પમાં ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણસિંહ ડાભી,કઠલાલ નગરપાલિકા કોર્પોરેટર મફતભાઈ પરમાર,ખેડા જિલ્લા પંચાયત સદસ્ય પ્રવિણસિંહ રાઠોડ,કઠલાલ તાલુકા ભાજપ કારોબારી સભ્ય જીતેન્દ્રસિંહ રાઠોડ, કિશાન મોરચા ના મહામંત્રી જીગ્નેશભાઈ પટેલ તથા હેપ્પી ક્લિનિક ના ર્ડો.તુષાર સિંહ રાજપૂત તથા કઠલાલ તાલુકા યુવા મોરચા ના મહામંત્રી પરાગસિંહ ઠાકોર તથા ગામના આગેવાનો અને યુવાનો ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.


