સ્થાનિક શિક્ષણ વિભાગે તપાસ કરી જીલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપ્યો…
ઊના – ઊના શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલ રોયલ ઇગ્લીશ મીડીયમ શાળામાં ધો.૩માં અભ્યાસ કરતો અસ્વત અહેમદભાઇ
બેલીમની રૂ. ૮ હજાર ફી બાકી હોય તેમના વાલીને જાણ કર્યા બાદ અનિવાર્ય સંજોયોને કારણે વાલી ફી ભરી શક્યા ન હોય તેથી
શાળા સંચાલકે અસ્વતને પરીક્ષાથી વંચિત રાખેલ અને આ બાબતની જાણ વાલીને પણ ન કરેલ હોય આ અંગેનો અહેવાલ
દિવ્યભાસ્કરના ૧૦ એપ્રિલના પ્રસિધ્ધ થયા બાદ સ્થાનિક શિક્ષણ વિભાગના તાલુકા શિક્ષણાધીકારીએ તપાસના આદેશ કર્યા આ અને
તપાસ કરી આ શાળા દ્રારા ગંભીર પ્રકારની ભુલ કરેલ હોય તે સાથે તપાસનો રીપોર્ટ જીલ્લા શિક્ષણાધીકારીને મોકલી આપેલ હોવાનું
જાણવા મળી રહ્યું છે…વિશેષમાં ધો.૩ ના છાત્રાને પરીક્ષાથી વંચિત રાખ્યા બાદ શાળાના અન્ય છાત્રો પરીક્ષા આપતા હતા. ત્યારે
ધો.૩ ના છાત્ર અસ્વતને પરીક્ષાનું પેપર ન આપ્યુ અને તેમને કલાકો સુધી બેસાડી રાખેલ ત્યારે બાળમાનસ પર કેવા પ્રકારની ગંભીર
અસર પડે તે પણ એક મહત્વનો સવાલ છે. આ અંગે સ્થાનિક વિભાગના અધિકારી દ્રારા દિવ્યભાસ્કરના અહેવાલના અુસંધાને તપાસ
કરવા પહોચ્યા શાળા સંચાલકે ગંભીર પ્રકારની ભુલ કરી હોય અને સરકારના નિયમ વિરૂ્ધ્ધ બાળકને પરીક્ષાથી વંચિત રાખ્યો છે.
ખરેખર કોઇ બાળકની ફી બાકી હોય તો પરીક્ષાથી પરીણામથી વંચિત રાખી શકાય નહીં તેમ છતાં પણ શાળા સંચાલકે આવુ કર્યુ.
તેમજ શિક્ષણ વિભાગના સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ શાળા સંચાલકે તપાસનીસ અધિકારી સમક્ષ પણ સ્વીકાર કર્યા છેકે
તેમની ફી બાકી હોવાથી પરીક્ષાથી વંચિત રાખેલ પણ તા.૧૧ એપ્રિલના જે પેપરથી વંચિત રાખેલ તે પેપરની પરીક્ષા લઇ પણ લીધી
છે. પણ અખબારમાં આવ્યા બાદ શાળા સંચાલકે ૧૧ એપ્રિલના પરીક્ષા લીધેલ છે. આ અંગે તાલુકા શિક્ષણાધિકારી વાઢેરનો સંપર્ક
કરતા તેમે જણાવેલ કે છાત્રની પરીક્ષા નથી લીધી ફી બાકી હોવાને લીધે તે સરકારના નિયમ વિરૂધ્ધ છે. આ બાબતનો સંપૂર્ણ તપાસ
અહેવાલ તૈયાર કરી શાળા પર પગલા ભરવા અંગે જીલ્લા શિક્ષણાધિકારીને રીપોર્ટ મોકલી આપેલ છે.
બોક્ષ્ – શાળામાં સરકારના નિયમોનુંસાર મેદાન પણ નથી…
આ રોયલ ઇગ્લીશ મીડીયમ શાળામાં બાળકો માટે રમત ગમતનું મેદાન સરકારના નિયમોનુસાર હોવુ જોઇએ એ તે રમત ગમત માટેનું
મેદાન પણ નથી. તો તે અંગેની પણ શિક્ષણ વિભાગ દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામેલ છે…
