તા. 6 થી 14 સુધી સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર છે. સર્વરોગ નિદાન કેમ્પમાં ધારાસભ્યએ તપાસ કરાવી….
ઊના – ઉનાના સનખડા ગામે આવેલ પીએચસી કેન્દ્રમાં સામાજિક ન્યાય સપ્તાહ કેરીયર કાઉન્સેલીંગ અંતર્ગત ભારતિય યુવા મોરચા
દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તા. 6 થી 14 સુધી સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર હોય સનખડા
પીએચસી આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પમાં બી પી, ટી બી, લોહીની ઉણપ સહીતની આરોગ્યલક્ષી તપાસ આરોગ્ય કેન્દ્રના
તબીબ, સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્મમાં ધારાસભ્ય કે સી રાઠોડ સહીતના યુવા મોરચાના કાર્યકરોએ પોતાના આરોગ્યની
તપાસ કરાવડાવી હતી. આજુબાજુ ગામના સો થી વધુ લોકોએ સર્વરોગ નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ધારાસભ્ય એ
આરોગ્ય કેન્દ્રમાં જાતનિરીક્ષણ પણ કર્યુ હતું. અને લેબોરેટરી વિભાગ સહીતમાં તપાસ કરી તમામ સુવિધાઓ છેકે કેમ અને લોકોને
મુશ્કેલી ના પડે તેને ધ્યાને રાખી પૂછપરછ કરી જાત નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ, તાલુકા
યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મહામંત્રી હનુંભા ગોહીલ, ન.પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, જી. પંચાયત સદસ્ય
વિરભા ઝાલા, તા. પ. ચેરમેન કાળુભાઈ સરવૈયા, હમીરભાઇ, જાદવ આજુબાજુના 13 ગામના સરપંચો, આગેવાનો સહિતના લોકો
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.


