સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારી વ્યવસ્થા દેખરેખ તથા સંકલન માટે વિવિધ પ્રકારની આવશ્યક કામગીરી કરવાની માટે ક્લેકટરશ્રીની એચ.કે વઢવાણીયાની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ૧૫ સમિતિઓની રચના કરવામાં આવી છે
જેમા મુખ્ય સંકલન સમિતી સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન અને તમામ સમિતિઓની કામગીરીનું માર્ગદર્શન અને સુપર વિઝન કરશે. કાયદો અને વ્યવસ્થાપન સમિતિ જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભવો અને પ્રવાસીઓની સુરક્ષા ટ્રાફિક નિયમન કાર્યક્રમોના સ્થળો નક્કી કરવા પાર્કિંગના સ્થળની વ્યવસ્થા કરશે.કાર્યક્રમ મેનેજમેન્ટ સમિતિ કે જે નાગરિકો તેમજ વિવિધ પ્રકારના સંગઠનો સહિતના ઉપસ્થિત લોકો માટેનું માઇકોલેવલનું આયોજન તેમજ પાર્કિંગના સમયસર રૂટની વ્યવસ્થા વાહનોમાં જરૂરી સાઈન બોર્ડ લગાવવા રૂટ નક્કી કરવા વાહનોની જરૂરિયાત સહિતની કામગીરી કરશે.સ્ટેજ વ્યવસ્થાપન સમિતિ કાર્યક્રમના સ્થળે મહાનુભવોશ્રીઓ માટે સ્વાગત સામગ્રી તેમજ લાઇટ સાઉન્ડ અને માઇક સિસ્ટમ એલ.ઇ.ડી ફ્લોરિંગ સોફા તથા સુશોભનની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અને વીજ વ્યવસ્થા કરશે.સભાસ્થળ ખાતે બેઠક વ્યવસ્થાપન સમિતિ જે અલગ અલગ બ્લોકવાઈઝ અધિકારીઓને નિમણૂક કરી અને બ્લોકવાઈઝ બોર્ડ તૈયાર કરવા બ્લોકમાં પીવાના પાણીની વ્યવસ્થા કાર્યક્રમમાં સ્થળે મોબાઈલ શૌચાલયની વ્યવસ્થા,પાર્કીંગ વ્યવસ્થાપન સમિતિ જે પાર્કીંગના લેઆઉટ પ્લાન તૈયાર કરવો.રસ્તા ઉપર સાઈનબોર્ડ મુકવા તેમજ અલગ અલગ તાલુકામાંથી આવતા જનતાના વાહનો માટે પ્લોટ રૂટ નક્કી કરવા અને પાણી ટોઈલેટની વ્યવસ્થા અને પાર્કિંગના સ્થળેથી કાર્યક્રમના સ્થળ સુધીના વિસ્તારમાં મોબિલાઈજેશન અને માર્ગદર્શન આપશે.
આ ઉપરાંત હેલીપેડ તથા ક્રૂ મેમ્બર વ્યવસ્થાપન સમિતિ, તમિલ પ્રવાસીઓની ટૂર લાઈઝન સમિતિ,
મંદિર દર્શન સમિતિ, ભોજન સમિતિ,સફાઈ વ્યવસ્થાપન સમિતિ ,આવશ્યક સેવાઓની સમિતિ તેમજ કંટ્રોલરૂમ સમિતિ અને ટ્રાન્સપોર્ટેશન અને વાહન ફાળવણીની વ્યવસ્થા સમિતિ સહિતની સમિતિઓની રચના કરવામાં આવી છે.
