જેમાં છોટાઉદેપુર જિલ્લા ના શિક્ષકો ના જિલ્લા કક્ષાના લગતા પ્રશ્નો ની માહિતી મેળવી જિલ્લા કક્ષાએ પ્રશ્નો ના નિકાલ બાબતે ચોક્કસ આયોજન કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું અને દરેક તાલુકા માં પ્રભારી ની નિમણુંક કરવામાં આવી જેમાં 1. માલસિંગભાઇ રાઠવા ને કવાંટ તાલુકા ના પ્રભારી બનાવવામાં આવ્યા.સહ માં યોગેશભાઈ રાઠવા, કવાંટ 2.છોટાઉદેપુર તાલુકા ના પ્રભારી તરીકે કાજુભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ રાઠવા, 3.નસવાડી તાલુકા ના પ્રભારી જગદીશભાઈ બારોટ,સહ પ્રવિણ સિંહ ઝાલા 4.સંખેડા તાલુકા ના પ્રભારી વિશાલભાઈ પટેલ,સહ વિપિનભાઈ રાઠવા 5.બોડેલી તાલુકા ના પ્રભારી બાબુભાઇ રાઠવા 6.જેતપુર પાવી તાલુકા ના પ્રભારી તરીકે નિતેશભાઈ રાઠવા સહ ગિન્દુ ભાઈ રાઠવા નિયુક્ત કરવામાં આવ્યા જેમાં સર્વાનુમતે નામ મંજુર કરવામાં આવ્યા આગામી દિવસો માં કામગીરી ની સરળતા હેતુ તમામ ને કાર્ય કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ઘનશ્યામભાઈ દ્વારા આપવામાં આવી.સાથે સાથે તમામ હોદેદારો ને જવાબદારી સોંપવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


