Maharashtra

સોનાના વાયદામાં રૂ.160 અને ચાંદીમાં રૂ.586ની વૃદ્ધિઃ કોટનમાં સેંકડા વધ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,64,496 સોદાઓમાં કુલ રૂ.13,684.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 136 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 205 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 86 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 85,388 સોદાઓમાં કુલ રૂ.4,386.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,808ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,100 અને નીચામાં રૂ.47,783 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 વધી રૂ.48,076ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.143 વધી રૂ.38,565 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.4,766ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,682ના ભાવે ખૂલી, રૂ.168 વધી રૂ.47,921ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,577, ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,563 અને નીચામાં રૂ.62,487 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.586 વધી રૂ.63,473 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.554 વધી રૂ.63,633 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.569 વધી રૂ.63,633 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 18,840 સોદાઓમાં રૂ.3,448.83 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.15 વધી રૂ.253.10 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.10.10 વધી રૂ.292ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.8.70 વધી રૂ.767.75 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.25.5 વધી રૂ.1,504.20 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,019 સોદાઓમાં કુલ રૂ.2,375.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,092ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,147 અને નીચામાં રૂ.6,090 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.76 વધી રૂ.6,138 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.30 વધી રૂ.430.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,709 સોદાઓમાં રૂ.363.03 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,660ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1672 અને નીચામાં રૂ.1655 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી રૂ.1,660 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,901ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,000 અને નીચામાં રૂ.16,901 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 વધી રૂ.16,955ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1112.10 અને નીચામાં રૂ.1091 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23.80 ઘટી રૂ.1092.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.80 વધી રૂ.923.40 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.360 વધી રૂ.30,130 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,531 સોદાઓમાં રૂ.1,754.59 કરોડનાં 3,661.852 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 71,857 સોદાઓમાં કુલ રૂ.2,631.50 કરોડનાં 416.596 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.501.73 કરોડનાં 19,985 ટન, જસતના વાયદાઓમાં રૂ.962.24 કરોડનાં 32,680 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,188.33 કરોડનાં 15,4600 ટન, નિકલના વાયદાઓમાં રૂ.674.81 કરોડનાં 4,498.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.121.72 કરોડનાં 6,620 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,776 સોદાઓમાં રૂ.916.90 કરોડનાં 15,02,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,243 સોદાઓમાં રૂ.1,459.01 કરોડનાં 3,38,56,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 8 સોદાઓમાં રૂ.0.33 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 803 સોદાઓમાં રૂ.75.59 કરોડનાં 25175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 153 સોદાઓમાં રૂ.5.93 કરોડનાં 64.08 ટન, રબરના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.29 કરોડનાં 17 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,728 સોદાઓમાં રૂ.280.89 કરોડનાં 25,640 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,309.543 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 602.894 ટન, એલ્યુમિનિયમમાં 17,295 ટન, જસત વાયદામાં 12,930 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,607.500 ટન, નિકલ વાયદામાં 2,5770 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,245 ટન, ક્રૂડ તેલમાં 8,70,900 બેરલ અને નેચરલ ગેસમાં 87,86,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 121425 ગાંસડી, મેન્થા તેલમાં 457.2 ટન, રબરમાં 55 ટન, સીપીઓમાં 61,060 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,817 સોદાઓમાં રૂ.245.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 890 સોદાઓમાં રૂ.67.14 કરોડનાં 940 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,665 સોદાઓમાં રૂ.156.79 કરોડનાં 1,802 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 262 સોદાઓમાં રૂ.21.29 કરોડનાં 265 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,603 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,691 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 179 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,228ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,354 અને નીચામાં 14,218ના સ્તરને સ્પર્શી, 136 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 84 પોઈન્ટ વધી 14,342ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 17,407ના સ્તરે ખૂલી, 205 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 360 પોઈન્ટ વધી 17,416ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,365ના સ્તરે ખૂલી, 86 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 98 પોઈન્ટ વધી 6,447ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 28,723 સોદાઓમાં રૂ.2,865.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.266.60 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.78.36 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,519.58 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *