Gujarat

જૂનાગઢમાં તા.૧૬ અને ૨૩ એપ્રિલના મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરેક મતદાન મથક ખાતે યોજાશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૬/૪/૨૦૨૩ (રવિવાર) અને તા.૨૩/૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે યોજાશે.

તા.૦૧/૦૪/૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૫/૪/૨૦૨૩ થી તા.૨૩/૪/૨૦૨૩ સુધી  જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવું બાકી હોય આ કાર્યક્ર્મમાં નિયત નમૂના ફોર્મ નં.૬ ભરીને રજૂ કરી શકે છે.

આ કાર્યક્ર્મમાં તા.૧/૪/૨૦૨૩નાં રોજ કે તે પહેલા જેમનાં ૧૮ વર્ષ પૂરા થયા છે એટલે કે જેનો જન્મ તા.૧/૪/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેમના તેમજ જેઓના  તા.૧/૧૦/૨૦૨૩નાં રોજ કે તે પહેલાં જેમનાં ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય એટેલે કે જેનો જન્મ તા.૧/૧૦/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેઓ પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ફોર્મ નં. ૬નામ કમી માટે ફોર્મ નં.૭ફોટો/વિગતો સુધારવા માટેસ્થળ ફેરફાર માટે  ફોર્મ ન.૮આધારકાર્ડ લીંક માટે ફોર્મ ૬(ખ) ફોર્મ્સ ઓનલાઇન/ઓફલાઇન ,voter Helpline Application Voter.eci.gov.inમાં દાખલ કરી શકાશે.

        ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૬/૪/૨૦૨૩(રવિવાર) અને તા.૨૩/૪/૨૦૨૩(રવિવાર)ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત હશે. જ્યાં મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *