Rajasthan

જયપુરમાં ઉ૨૦ની બીજી બેઠક યોજાઈ, મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ

જયપુર
બે દિવસીય બીજી મહિલા ૨૦ (ઉ૨૦) આંતરરાષ્ટ્રીય બેઠક ગુરુવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં શરૂ થઈ. આ બેઠક દરમિયાન ય્૨૦ સમિટમાં ૧૮ દેશોની ૧૨૦ મહિલાઓના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. આ દરમિયાન વૈશ્વિક સ્તરે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના આર્થિક સશક્તિકરણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્‌ઘાટન સત્રમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડૉ. શમિકા રવિ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દીવર પાંડે, મુખ્ય સચિવ ઉષા શર્મા અને ય્૨૦ શેરપા અમિતાભ કાંતે સંબોધન કર્યું હતું. ઉ૨૦ મીટિંગ ૧૪ એપ્રિલે પણ યોજાશે.
ઉ૨૦ ની મીટીંગ “અનલીશ ધ અનટેપ્ડ પોટેન્શિયલ ઓફ વુમન-લેડ ડેવલપમેન્ટઃ બિલ્ડીંગ એન ઇન્ક્‌લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર” થીમ પર કેન્દ્રિત હતી. પ્રથમ દિવસે વુમન-૨૦ ઇનોવેશન, મિશન ડિજિટલ વુમન, ફાઇનાન્શિયલ અને ડિજિટલ લિટરસી અને સ્કિલિંગ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉ-૨૦ એ ય્-૨૦નું સત્તાવાર ભાગીદારી જૂથ છે. બે દિવસીય બેઠકનો એજન્ડા પાંચ મુખ્ય પ્રાથમિકતાઓ પર આધારિત છેઃ મહિલા ઉદ્યોગસાહસિકતા, ગ્રામીણ મહિલા નેતૃત્વ, લૈગિંક ડિજિટલ વિભાજન, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને આબોહવા પરિવર્તન.
સમિટ દરમિયાન, ય્-૨૦ ખાતે ભારતના શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ એ ભારત માટે પ્રાથમિકતા છે, કારણ કે અમે મહિલાઓને સમૃદ્ધિ અને સર્વસમાવેશક વૃદ્ધિના મુખ્ય સંચાલક તરીકે જાેયા છે. તેમણે કહ્યું કે મહિલાઓએ વિકાસનો એજન્ડા નક્કી કરવો જાેઈએ અને તેઓએ વિકાસના એજન્ટ તરીકે કામ કરવું જાેઈએ.
આ બેઠક દરમિયાન ઉ૨૦ ના તમામ વિદેશી પ્રતિનિધિઓ જયપુરના અંબર ફોર્ટની મુલાકાત લેશે. આમેર કિલ્લો ગુલાબી અને પીળા રેતીના પત્થરથી બનેલો છે અને તે એક વિસ્તૃત સંકુલનો ભાગ છે, જે મુલાકાતીઓને આકર્ષે છે. ય્૨૦ હેઠળ મહિલા ૨૦ (ઉ૨૦)ની પ્રથમ બેઠક ૨૭-૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ખાતે યોજાઈ હતી.

File-02-Page-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *