ઝાંસી
ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી પોલીસે એન્કાઉન્ટર કરી નાંખ્યું છે. એસટીએફએ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર ૫ લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યાં છે. ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.ઝાંસીના ડીએસવી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યૂપીએસટીએફ ટીમની સાથે અથડામણમાં બંને માર્યા ગયા છે. બંનેની પાસેથી વિદેશી હથિયાર પણ મળ્યા છે.એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલાબ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે. યૂપી એસટીએફના એડીજી અમિતાભભ યશે આ એનકાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાસેથી વિદેશી હથિયાર મળ્યા છે. તેમણે કહ્યું કે આ લોકોની પાછળ અમારી ટીમ દોઢ મહિનાથી લાગી હતી અને આજે અમને મોટી સફળતા મળી છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા પણ બંને ૫ મિનિટના અંતરે પોલીસને ચકમો આપી ભાગી ગયા હતા. ૨૪ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસે અત્યાર સુધીમાં ૪ એન્કાઉન્ટર કર્યા છે. અગાઉ, પ્રથમ એન્કાઉન્ટર પ્રયાગરાજમાં ૨૭ ફેબ્રુઆરીએ અરબાજનું થયું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો જેના દ્વારા બદમાશો ઉમેશ પાલના ઘરે પહોંચ્યા. અસદ પણ તેમાં હતો. જ્યારે, બીજું એન્કાઉન્ટર ૬ માર્ચે થયું હતું. જેમાં ઉમેશ પર પ્રથમ ગોળી ચલાવનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અતીકના પરિવારને મદદ કરનાર ૩ આરોપીઓ અને નજીકના લોકોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.ઉમેશ પાલની માતાએ કહ્યું- મારા પુત્રને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આજની કાર્યવાહીથી અમને થોડી શાંતિ મળી છે. મારા પુત્રના હત્યારાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ જે ૨ એન્કાઉન્ટર થયા છે, તેઓને તેમના પાપોની સજા મળી છે. યોગીજીનો આભાર.એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. આ સમાચાર અતીક અહેમદને મળતા તેઓ કોર્ટમાં ધ્રુશકેને ધ્રુશકે રડી પડયો હતો ઉમેશ પાલ હત્યામાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શાઇસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રડતાં રડતાં કહ્યું કે અસદ હજુ બાળક છે. તેને આ મામલામાં લાવવો જાેઈતો ન હતો. આ સાંભળીને માફિયા ડોન અતીક અહેમદ ગુસ્સે થઈ ગયો અને રડવા લાગ્યો હતો અતીકનો સૌથી નાનો પુત્ર અસદ અહેમદ લખનૌથી ઓપરેટ કરતો હતો. અસદે આ વર્ષે લખનૌની ટોપ સ્કૂલમાંથી ૧૨મું ધોરણ પાસ કર્યું છે. તે અભ્યાસ અને લેખનમાં ખૂબ જ હોશિંયાર હતો. આગળ કાયદાના અભ્યાસ માટે વિદેશ જવા માગતો હતો પરંતુ પરિવારના ગુનાહિત ઈતિહાસને કારણે તેનો પાસપોર્ટ ક્લિયર થયો ન હતો.પિતા અને કાકાની ગેરહાજરીમાં અતીકના બે મોટા પુત્ર ઉમર અને અલી છેલ્લા કેટલાક વર્ષોથી ગેંગ ચલાવી રહ્યાં હતા. તે સમયે અસદ અભ્યાસ કરી રહ્યો હતો. પોલીસને શંકા હતી કે ઉમેશ પાલની હત્યાની યોજના બનાવવા માટે જેલથી અતીક અને અશરફની સલાહ લેવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં અતીકનો મોટો પુત્ર ઉમર ચર્ચામાં આવ્યો હતો. તે સમયે ઉમરે લખનૌમાં પ્રોપર્ટી ડીલર મોહિત જયસ્વાલનું અપહરણ કર્યું હતું. મોહિત જયસ્વાલનું અપહરણ કર્યા બાદ ઉમર તેને દેવરિયા જેલમાં લઈ ગયો, તે સમયે અતીક અહેમદ આ જેલમાં બંધ હતો. અતીકના બીજા પુત્ર અલી પર પણ હત્યાના પ્રયાસ અને ખંડણીના કેસ નોંધાયેલા છે. લખનૌમાં અસદ જે ફ્લેટમાંથી ગેંગ ચલાવતો હતો તે ફ્લેટ પર એસટીએફ લખનૌ અને પ્રયાગરાજ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે અસદે ગેંગની કમાન સંભાળી લીધી છે. આ ટોળકી ખંડણીની માંગણી સાથે વિવિધ ધંધાઓ ચલાવતી હતી. પોલીસના દરોડામાં આ જ ફ્લેટમાંથી રૂ.૮૦ લાખનો ચેક મળી આવ્યો હતો. આ બેરર ચેક છે. પોલીસને શંકા છે કે આ ચેક ખંડણીની માંગણીના કોઈ કેસ સાથે સંબંધિત નથી. ઉમેશ પાલ હત્યા કેસનો મુખ્ય શૂટર અસદ અહેમદ મોંઘા વાહનો અને ફોનનો શોખીન હતો. તે વિદેશી ઘડિયાળો પહેરતો હતો અને મોંઘા ફોન વાપરતો હતો. અસદ પાસે એપલ આઈફોન હતો. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દરોડા દરમિયાન અસદ પાસેથી એક એપલ આઇફોન જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રેક થવાના ડરથી અસદે પોતાનો ફોન લખનૌના ફ્લેટમાં છોડી દીધો હતો. તે જ સમયે, અસદ પાસે સ્વિસ બ્રાન્ડની સેન્ટ્રિક્સ ઘડિયાળ હતી. આ ઘડિયાળની કિંમત એક લાખથી વધુ છે.


