જાેહાનિસબર્ગ
દક્ષિણ આફ્રિકાના જુદા જુદા શહેરોમાં આવેલા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટને દક્ષિણ આફ્રિકન ભારતીયો તરફથી ઘણી મોટી સંખ્યામાં વીઝાની પૂછપરછ થઇ રહી છે. દક્ષિણ આફ્રિકામાં અંદાજે ૧૪ લાખ જેટલા ભારતીય મૂળના લોકો સૈકાઓથી રહે છે, અને નાતાલમાં ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના ત્રીજા ભાગની છે. અલબત્ત આ તમામ ભારતીય મૂળના નાગરિકોના દાદા અને પરદાદા જ્યારે અંગ્રેજાેની શાસન હતું ત્યારે અર્થાત ૧૮૬૦ની આસપાસ રોજગારની શોધમાં અને ખેતરોમા મજૂરી કરવાના ઇરાદે અહીં આવ્યા હતા અને બાદમાં તેઓએ પોતાની ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખવા સાથે દક્ષિણ આફ્રિકાને જ પોતાનું વતન બનાવી દીધું હતું. હાલ તેઓની છઠ્ઠી સાતમી અને આઠમી પેઢીના વારસદારો અહીં રહે છે. બિવર કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કંપનીના માલિક નિકોલસ અવરામીસે કહ્યું હતું કે ગત જુલાિ સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યા ૧૦ ટકા હતા પરંતુ આ વર્ષમાં તે વધીને ૪૦ ટકા થઇ જાય એવી તે આશા રાખે છે. અવરામીસે કહ્યું હતું કે જે પરિવારોમાં મહિલાઓ કુટુંબના વડા તરીકેની ફરજાે બજાવે છે એવા પરિવારો તરફથી અને જેઓ અહીં વેપાર ધંધા ધરાવે છે અને સંયુક્ત કુટુંબમાં રહેછે એવા લોકોએ વિશ્વના કયા કયા દેશોના કાયમી વિઝા મળી શકે તેમ છે તે અંગેની ઇન્કવાયરી કરવાનું શરુ કરી દીધું છે. અન્ય એક વીઝા કન્સલ્ટન્ટે પણ કહ્યું હતું કે યુકે અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવામાં લોકોે વધુ રસ દાખવ્યો છે. અમમે માનીયે છીએ કે ઘણી મોટી સંખ્યામાં ભારતીયો દેશ છોડવા વિચારી રહ્યા છે એમ ન્યૂ વર્લ્ડ ઇમિગ્રેશનના મેનેજિંગ ડાયરેક્ટર રોબી રેગલેસે કહ્યું હતું. મોટી સંખ્યાન ભારતીયોએ યુરોપમાં પણ રસ દર્શાવ્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું.દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં થયેલી વંશીય હિંસાના પગલે ભારતીયોની સલામતી હાલ જાેખમમાં હોય તેમ લાગે છે, કેમ કે ઘણી મોટી સંખ્યામાં ભારતીયો સૈકાઓથી જેને પોતાનું વતન માન્યું હતું એવા દક્ષિણ આફ્રિકાને છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવા વિચારી રહ્યા છે અને તે માટે તેઓ કાયમ માટે કયા કયા દેશોમાં સ્થાયી થવાના વિઝા મળી શકે તેમ છે તે અંગેની તપાસ અને પૂછપરછ શરુ કરી દીધી છે. તાજેતરના ભૂતકાળમાં નાતાલ રાજ્યમાં થયેલી હિંસામાં ભારતીયોના મકાનો અને દુકાનો સળગાવી દેવામાં આવ્યા હતા અને મોટા પાયે તેઓેની લૂંટફાટ થઇ હતી જેથી ભારતીયોને હવે દક્ષિણ આફ્રિકા પ્રત્યે મન ઉઠી ગયું છે અને તેઓ આ દેશને કાયમ માટે ્લવિદા કરીને અન્ય કોઇ દેશમાં કાયમી વસવાટ કરવા મરણિયા બન્યા હોય તેમ લાગે છે.