*ગુલાબના ફૂલની ઓળખ કોઈને આપવાની જરૂર નથી પડતી .કારણ ગુલાબ પોતાની મહેકથી ઓળખાય છે. એવા પરમ આદરણીય ડોક્ટર વલ્લભભાઇ કથીરીયા સમસ્ત કથીરીયા પરિવારના રત્ન ,કામધેનુ આયોગના પુવૅ, પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી , રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ,પોતાના ગુણો થી જ ઓળખાય છે. સમસ્ત કથીરીયા પરિવારના રત્ન એવા લાડીલા વલ્લભભાઇ કથીરીયા.*
પોતાના વક્તવ્યમાં ઘણી બધી પરિવાર- વિકાસ, બાળકો અને સ્ત્રીઓ માટે વાત કરી એમની થોડી વાતો હૃદયસ્પર્શી છે ,જે બધાને જ ઉપયોગી થાય એવી છે .જેની હું થોડી વાતો કરું છું. એમની પહેલી વાત એ હતી કે
*ખોરાક શુદ્ધ ખાવો જોઈએ*
આજે માંદગીના ખાટલા ઘરે ઘરે જોવા મળે છે. ડાયાબિટીસ,માથાના , પેટના રોગો જોવા મળે છે .આનું કારણ જણાવતા વલ્લભભાઈ કહે છે કે આપણું ખાનપાન બગડ્યું છે. પીઝા ,બર્ગર ,ઈટાલિયન , મેક્સિકન, આથાવાળી વસ્તુઓએ આપણા સ્વાસ્થ્ય નુકસાન પહોંચાડતી વસ્તુઓએ આપણા ખોરાક માં સ્થાન લઈ લીધું છે.
દૂધ શાકભાજી અનાજ કઠોળ પણ હવે શુદ્ધ નથી રહ્યું. પહેલાના જમાનામાં વસ્તુઓ એકદમ 100% શુદ્ધ હતી.ગાયનું ઘી ,દુધ પણ શુદ્ધ હતું એટલે લોકો તંદુરસ્ત રહેતા. સાચો ખોરાક ગાયનું ઘી અને દૂધ હતો જેમના કારણે એમનું શરીર ખૂબ નિરોગી રહેતું.
પહેલા જમનાના લોકો લાંબુ આયુષ્ય પણ જીવતા.અને આજના સમયમાં જેટલી હોસ્પિટલો છે .એટલે ક્યાંય હતી નહીં. કારણ તેને આપણા જેટલી હોસ્પિટલની ક્યારેય જરૂર ન પડતી. મોટી હોસ્પિટલો તો મોટા શહેરમાં જ જોવા મળતી.
આપણે શુદ્ધ કેમિકલ યુક્ત ભોજન આરોગવાનો આગ્રહ રાખવો જોઈએ.બને ત્યાં સુધી બહારની વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ.
બહેનોએ ઘરના સ્વાસ્થયની જવાબદારી ઉઠાવવી જોઈએ. પરિવારના લોકોને શુદ્ધ અને ગરમ ભોજન મળી રહે તેવી સગવડ કરવી જોઈએ. આજકાલની બહેનોને ખૂબ જ રસોઈ બનાવવાની આળસ થાય છે ,એની હસતા મોઢે ટકોર પણ કરી હતી.
બાળકો બહારના પેકેટના ખાતા મમ્મી એ બનાવેલા નાસ્તા ખાય તો બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે.પોતાના બાળપણની વાતો વાગોળતા કહે છે ,કે મારી બા મને શુદ્ધ ગાયના ઘી માંથી બનાવેલી વસ્તુઓ ખૂબ ખવડાવતા હતા.
બીજી વાત જણાવતા કહે છે કે *આજે યુવાનો આત્મહત્યા તરફ વળીયા છે, શા માટે? યુવાનોએ આવુ પગલું ભરવું જોઈએ.* આત્મહત્યા કોઇ વિકલ્પ નથી. કોઈ પણ સમસ્યા હોય એને પરિવારના લોકોને કહો
*કોઈ પણ સમસ્યાનું સમાધાન થઈ શકે છે.આત્મહત્યા કાયર માણસ નું કામ છે.*
ધંધામાં નુકસાન થયું હોય ,પરીક્ષામાં નાપાસ થયા હોય કે બીજી કોઈ પણ તકલીફ હોય પરિવારને જાણ કરો.*મનમાં ને મનમાં ન મૂંઝાવ* આપણને પરિવાર ઈશ્વરે આપણી હુંફ માટે જ આપ્યો છે.
*થોડીક ધીરજ સમજણ મહનેત અને નમતું જોખવાની આવડત પણ યુવાનોએ કેળવવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિ રાતોરાત પૈસા વાળો નથી થઈ જતો.*
ત્રીજી વાત એમણે પરિવાર વિશે જણાવી , પરિવારમાં સંપ હોવો જોઈએ. એકતા , સ્નેહ અને પ્રેમથી પરિવારની દોરી હંમેશા બંધાયેલી રાહે એની જવાબદારી બધાએ જ ઉપાડવી પડે. *પરિવાર નામનો કોઈ તહેવાર નથી. પણ પરિવાર વગર એક પણ તહેવાર ઉજવવામાં પણ મજા નથી.*
*જ્યાં જરૂર હોય ત્યાં જ પૈસાનો ઉપયોગ કરવો જોઈએ ખોટા દેખાડા કરવાની જરૂર નથી.* દીકરીઓને ભણાવો ,દીકરીઓ સંસ્કારી શિક્ષિત હશે,આવતી પેઢીને પણ ઉજાળશે.
*સુખ અને આનંદ એવા અત્તર છે કે જેને જેટલા વધારે બીજા પર છાંટશો.એટલા જ એ બધું ખુશ્બુ આપણી પોતાની અંદર ફેલાશે.*
સમસ્ત કથીરીયા પરિવારને ખાલી ભોજન સાથે લઈ શકાય એટલા માટે નથી ભેગા કર્યા પણ એકબીજાની ઓળખાણ વધે અને એકબીજાનો હાથ પકડી આગળ વધી શકાય ,અને જ્યાં જરૂર પડે ત્યાં એક-બીજાનો સાથ અને સહકાર આપવા માટે આપણે ભેગા થયા છે .
ખુબ જ સરળ સ્વભાવના, હસમુખા આપણા વલ્લભભાઇ કથીરીયા પોતાના જીવનને ખૂબ જ સરળ રીતે જીવે છે.અને એમણે પણ ખૂબ જ મહેનત અને ખૂબ જ અંધારા જોયા છે.
*કઠોર પરિશ્રમ થી જ સફળતા મળી શકે છ.*
કથીરીયા પરિવારનું ગૌરવ , ગૌરક્ષક , એમણે અનેક સારા કાર્યો કર્યા છે.જેથી લોકોને એમાંથી પ્રેરણા મળી રહે.
*ખાલી 10 મીનીટ પણ વલ્લભભાઈ કથીરિયાના પોઝિટિવ વિચારો કાને અથડાઈને તોય માણસના શરીરમાં સકારાત્મક ઉર્જાઓ 30 મિનિટ સુધી શરીરમાં વહીયા રહે એ મારો ખુદનો અનુભવ છે.*
*કોઈ નકારાત્મક વિચારસરણી ધરાવતા વ્યક્તિની જિંદગી પણ બચી શકે એવા આપણા આદરણીય વલ્લભભાઈ કથીરીયા વ્યક્તિત્વ વિશેષ છે.*
એમની સાથેના થોડી પલોના સંભારણા યાદગાર રહેશે.
કથીરીયા પ્રવિણા “પવી” ,નવસારી ,વતન જુનાગઢ જુલ્લાનું ઉમરાળી ગામ.


