શોભાયાત્રા પોલીસ સ્ટેશન,ગીબરોડ ઉપર થઈને બસ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…
બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત તાલુકામાં આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ ના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે થયો હતો. તેમના માત પિતાનાં તેઓ ૧૪ માં પુત્ર હતા.ડૉ ભીમરાવ આંબેડકર મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી પરંતુ તેમના નિશાળના શિક્ષક દ્વારા તેમની અટક આંબેડકર કરી દેવામાં આવી હતી. ભીમરાવ ભણવાના ખૂબ હોંશિયાર હતા. તેઓ ૧૯૧૨ માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ સ્નાતક થયા હતા. ભીમરાવને વધુ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ તેજસ્વી વિદ્યાર્થીને વધુ ભણવા ૧૯૧૩ મા ન્યુયોર્ક ગયા હતા. ત્યાં તેઓએ પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય પર નિબંધ લખી તેમણે ૧૯૧૫ મા એમ.એ ની ઉચ્ચ પદવી મેળવી હતી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ મા પી.એચ.ડી માટે બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિકાસ વિષય પર નિબંધ લખી કોલંબિયામાં પીએચડી ની પદવી મેળવી હતી. 1923 માં આંબેડકર બેરીસ્ટર બન્યા હતા. 1928 માં તેમણે ભારતના કાયદાનો અભ્યાસના શિક્ષક બન્યા હતા.આઝાદ ભારતના ભારત રત્ન અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી નિમિત્તે રાણપુર શહેરમાં.ડીજે ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.શોભાયાત્રા પોલીસ સ્ટેશન,ગીબરોડ ઉપર થઈને બસ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે ગગન ગુંજી ઉઠયું હતુ.મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા જોડાયા હતા.જ્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


