ગીરગઢડા
ભરત ગંગદેવ..
ગીરગઢડા તાલુકા મથકે ડો. બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વંદના તેમજ ફૂલહાર પહેરાવવામા આવ્યા હતા. ગામના મુખ્ય માર્ગો પરથી ડો. બાબા સાહેબ આંબેડકરની નગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ૧૪ એપ્રીલ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની ભવ્ય શોભાયાત્રા ગીરગઢડા નગરે કાઢવામા આવી હતી ગીરગઢડા તાલુકાના તમામ ગામોમાં થી લોકો નો અવિરત પ્રવાહ ઉમટી પડ્યો હતો.આ શોભાયાત્રા માં વિવિધ સમાજો દ્વારા બાબા સાહેબની પ્રતિમાં ને ફુલહાર કરીને સન્માન કરવામા આવ્યુ હતું આ તકે ઉના ગિરગઢડા તાલુકાના ધારાસભ્ય કે.સી રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…


