મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પીએસઆઇ એસ.બી.દેસાઈ અને કે.આર.સોલંકી ની અધ્યક્ષતામાં કઠલાલના સિનિયર સિટીઝનો ની સાયબર ક્રાઇમ અંગે સહાયતા માટે સાયબર સેલના કર્મચારી કિંજલ ચૌધરી,દશરથભાઈ,પૂજાબેન અને લીલાબેન દ્વારા સાયબર સેલ વિશે માહિતી આપી જાગૃતી લાવવાની કામગીરી કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ દ્વારા સાઇબર ક્રાઈમ વિશે સમજ આપવામાં આવી અને હાલમાં સાયબર ક્રાઈમ નો ભોગ બનનાર સિનિયર સિટીઝનો એ કઈ બાબતે જાગૃતિ રાખવી તેની છણાવટ કરી જાગૃતિ લાવવાના પ્રયત્નો કરાયા હતા.આ કાર્યક્રમમાં સિનિયર સિટીજન ના 300 થી વધુ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.સિનિયર સિટીઝન ના પ્રમુખ અરવિંદભાઈ શર્મા અને મંત્રી આર.જે.પટેલ ઉપસ્થિત રહ્યા અને પોલીસ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.


