નવીદિલ્હી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે ૨૬ એપ્રિલે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. એમસીડીના અધિકારીઓએ આ જાણકારી આપી. એમસીડીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, “મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા ૧૮ એપ્રિલના રોજ સમાપ્ત થશે અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. નાણાકીય વર્ષના અંત પછી દિલ્હીને નવા મેયર મળે છે. સત્તાવાર સૂત્રોએ ૩ એપ્રિલે જણાવ્યું હતું કે નવા મેયરની પસંદગી ન થાય ત્યાં સુધી શેલી ઓબેરોય આ પદ સંભાળશે. “શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી માટે ૨૬ એપ્રિલે એક બેઠક બોલાવવામાં આવી છે,” એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું. ઉત્તર દિલ્હીના ભૂતપૂર્વ મેયર જય પ્રકાશે કહ્યું, “નિયમો મુજબ, નવા મેયરની ચૂંટણી મેયરની મુદત પૂરી થયા પછી સ્ઝ્રડ્ઢની પ્રથમ બેઠકમાં યોજાવાની છે. અને એ જ રીતે ડેપ્યુટી મેયરની પણ ચૂંટણી થશે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરૂઆત પછી ૨૬ એપ્રિલે યોજાનારી બેઠક નવા નાણાકીય વર્ષમાં પ્રથમ બેઠક હશે.
