Delhi

મનમોહનસિંહને મળવા માટે એમ્સ હોસ્પિટલમાં મનસુખ માંડવિયા ગયા

નવી દિલ્હી
મનમોહનસિંહને તાવ આવ્યો હતો અને તાવ ઉતરી પણ ગયો હતો. જાેકે તેમન નબળાઈ અનુભવાઈ રહી હતી અને એ પછી ગઈકાલે તેમને એમ્સમાં ખસેડવાનો ર્નિણય લેવાયો હતો.પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડયા બાદ તેમને દિલ્હી ખાતે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે તેમની તબિયતની જાણકારી મેળવવા માટે એમ્સ ખાતે દોડી ગયા હતા. તેમણે મનમોહનસિંહને મળીને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. બીજી તરફ પીએમ મોદીએ પણ ટિ્‌વટ કરીને મનમોહનસિંહ વહેલી તકે સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્સના ડોકટરોનુ કહેવુ છે કે, તેમને કાર્ડિયો-ન્યૂરો વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.

Man-Mohansingh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *