Delhi

ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે એસઓપી તૈયાર કરશે..!!

નવીદિલ્હી
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. ગૃહ મંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે એસઓપી તૈયાર કરશે. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. ત્રણેય યુવકો મીડિયા કર્મીઓ તરીકે ઉભી કરીને ટોળામાં જાેડાયા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. હવે કેન્દ્ર સરકારે પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા આપવાનો ર્નિણય કર્યો છે. આ માટે ગૃહ મંત્રાલય એસઓપી તૈયાર કરશે. તમને જણાવી દઈએ કે, માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં મેડિકલ માટે લઈ જતી વખતે ગોળી મારીને આ હત્યા કરવામાં આવી છે. બંનેના હાથ પર હાથકડી હતી. ત્રણ હુમલાખોરોએ અતીકને માથામાં ગોળી મારી હતી અને અશરફને પણ માથામાં ગોળી વાગી હતી. હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર બાદ ત્રણેય હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. હુમલાખોરના ગળામાં આઈડી કાર્ડ લટકાવેલું હતું અને તે મીડિયા રિપોર્ટર તરીકે આવ્યો હતો અને ધાર્મિક નારા લગાવ્યા હતા. હુમલાખોરોના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય છે.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *