Delhi

વરુણ ગાંધીએ અટલ બિહારી વાજપેયીનો વિડીયો શેર કરી ભાજપને સલાહ આપી

નવી દિલ્હી
૧૩ ઓક્ટોબર ૧૯૯૯ ના રોજ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. હકીકતમાં, વર્ષ ૧૯૯૬ માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને પ્રથમ વખત વાજપેયીજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સરકારને સંપૂર્ણ બહુમતી ન મળવાના કારણે ૧૩ દિવસમાં પડી ગઈ હતી. આ પછી, વર્ષ ૧૯૯૮ માં ફરીથી ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં પણ ભાજપ જીતી ગયું અને ફરી એકવાર અટલ બિહારી વાજપેયીને પીએમ બનાવવામાં આવ્યા. જાે કે, આ સરકાર પણ જયલલિતાએ જાેડાણ છોડ્યાના ૧૩ મહિના પછી પડી. તે જ સમયે, ત્રીજી વખત ફરી એક વખત યોજાયેલી ચૂંટણીમાં, ભાજપ ફરીથી સત્તા પર આવ્યો અને આ વખતે અટલ બિહારી વાજપેયીએ તેમના પીએમનો કાર્યભાર સંભાળ્યો અને કાર્યકાળ પૂર્ણ કર્યો.ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જૂના વીડિયો દ્વારા તેમણે ખેડૂતોને ટેકો આપતી વખતે ભાજપને સલાહ આપી હતી. ગુરુવારે, તેમણે ટિ્‌વટર પર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના ૧૯૮૦ ના ભાષણની એક ટૂંકી વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકારને ખેડૂતો પર અત્યાચાર કરવા સામે ચેતવણી આપી હતી અને તેમને તેમનો ટેકો આપવા કહ્યું હતું. ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, “મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દો પ” મોદી સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન કરતા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં ભાજપના સાંસદો કાંઈ બોલી રહ્યા નથી. એવા સમયે વાજપેયીનું ભાષણ કેન્દ્ર સરકારને સંદેશ સ્વરુપે જાેવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં વાજપેયી એક સભાને કહેતા સાંભળી શકાય છે કે ખેડૂતોને ડરાવી શકાય નહીં. વીડિયોમાં અટલ બિહારી વાજપેયીને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “જાે સરકાર (ખેડૂતોને) દબાવે છે, કાયદાઓનો દુરુપયોગ કરે છે અને શાંતિપૂર્ણ આંદોલનને દબાવે છે, તો અમે ખેડૂતોના સંઘર્ષમાં જાેડાવા અને તેમની સાથે ઉભા રહેવામાં અચકાતા નથી.” ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કથિત રીતે ભાજપ નેતાઓ સાથે જાેડાયેલા ચાર ખેડૂતોના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમને તાજેતરમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા, જે પીલીભીત સાંસદ સાથે પક્ષના નેતૃત્વની નારાજગીના સંકેત તરીકે જાેવામાં આવ્યા હતા.

varun-gandhi-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *