નવીદિલ્હી
આઈપીએલની ૨૪મી મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો માટે પૈસાવસુલ સાબિત થઈ હતી. ઝ્રજીદ્ભ અને ઇઝ્રમ્ (ઝ્રજીદ્ભ દૃજ ઇઝ્રમ્) વચ્ચેની આ મેચ બેટ્સમેનોના પક્ષમાં રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ઝ્રજીદ્ભ તરફથી બે જાેરદાર ફિફ્ટી જાેવા મળી, જેના કારણે ટીમે જંગી સ્કોર ખડકતા ૨૨૬ રન બનાવ્યા. ડેવોન કોનવેએ ૮૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી જ્યારે શિવમ દુબેએ પણ ધડાધડ બેટિંગ કરતાં ૫૨ રન ફટકાર્યા હતા. તો સામે બીજા દાવમાં ઇઝ્રમ્ની શરૂઆત પણ ઘણી આક્રમક જાેવા મળી હતી. અને ડુપ્લેસિસ અને મેક્સવેલે જાેરદાર બેટિંગ કરી હતી પણ તેઓ ટીમને જીત સુધી દોરી નહોતા શક્યા. ઇઝ્રમ્ ને વિરાટ કોહલીના રૂપમાં પહેલી જ ઓવરમાં જ જાેરદાર ઝટકો લાગ્યો હતો. પરંતુ ત્યાર પછી ફાફ ડુ પ્લેસિસ અને આક્રમક બેટ્સમેન મેક્સવેલ વચ્ચેની સદીની ભાગીદારીએ ઝ્રજીદ્ભને મુશ્કેલીમાં મૂકી દીધી. એક સમયે લાગતું હતું કે આ બે બેટ્સમેનો જ ચેન્નઈને હરાવી દેવામાં મોટો ફાળો આપશે. ઝ્રજીદ્ભ પાસે શરૂઆતમાં જ મેચ પર કબજાે જમાવવાની તક હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના બે કેચ ઝ્રજીદ્ભના હાથમાંથી સરકી ગયા. જે બાદ તેણે પાછળ વળીને જાેયું નહોતું એમ કહી શકાય. ધોનીએ ડુ પ્લેસિસનો કેચ ત્યારે છોડ્યો જ્યારે તે ઝીરો પર બેટિંગ કરી રહ્યો હતો. જાેકે અંતે આ મેચ ઝ્રજીદ્ભના પક્ષમાં રહી હતી. ચેન્નાઈએ આ મેચ ૯ રને જીતીને સિઝનમાં પુનરાગમન કર્યું છે. હવે જાેવાનું રહેશે કે ધોની પોતાની આખરી કહેવાતી સિઝનમાં ટીમને વિજય સુધી લઈ જય શકે છે કે કેમ? મેક્સવેલે શાનદાર બેટિંગ કરતાં ૩ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૭૬ રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન ડુપ્લેસિસે ૬૨ રન બનાવ્યા હતા. પરંતુ સ્પિનરો આરસીબી માટે કાળ બનીને આવ્યા હતા. કારણ કે મહેશ તીક્ષના અને મોઈન અલીએ બંને બેટ્સમેનોને પેવેલિયન મોકલીને ટીમને વાપસી કરાવી આપી હતી. બે મહત્વના બેટ્સમેનોના આઉટ થયા બાદ ઇઝ્રમ્ ની વિકેટો એક પછી એક પડી ગઈ હતી અને અંતે ઝ્રજીદ્ભ એ મેચ જીતી લીધી હતી.
