Gujarat

અમરેલીમાં CNG રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી, નજર ચુકવી સોનાના ચેઇનની ચોરી કરનાર ઇસમોને ચોરીના ચેઇન સહિત કુલ કિં.રૂ. ૩,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ

ગુન્હાની વિગતઃ-
ગઇ તા.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ નિરંજનાબેન હીરેનભાઇ આશર, ઉ.વ.૩૮, રહે.બગસરા, જામકા રોડ, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાના દિકરા વંશ સાથે અમરેલી, કામનાથ મંદિર ખાતે સુરાપુરાદાદાના દર્શને આવેલ હોય, અને બગસરા જવા માટે અમરેલી, જેસીંગપરા, શિવાજી ચોકમાં વાહનની રાહ જોઇ ઉભા હતા તે દરમ્યાન એક રીક્ષા આવેલ અને બગસરા – બગસરાની બુમ પાડતા, નિરંજનાબેન તેમના દિકરા સાથે આ રીક્ષામાં બેસેલ, આ રીક્ષામાં રીક્ષા ડ્રાઇવરની બાજુમાં એક પુરૂષ તથા પાછળ એક પુરૂષ તથા સ્ત્રી બેઠેલ હોય, રીક્ષા થોડે આગળ ચાલતા રીક્ષા ડ્રાઇવરની બાજુમાં બેસેલ પુરૂષને રીક્ષા ડ્રાઇવરને રીક્ષા ચલાવવાનું ફાવતુ ન હોવાનું કહી પાછળ બેસાડેલ, તે ભાઈના હાથમાં થેલો હોય, જે નિરંજનાબેને બેસવામાં નડતો હોય, ડેલો નીચે મુકવાનું કહેતા આ પુરૂષે થેલામાં માતાજીનો ફોટો હોય થેલો નીચે ન મુકાય તેમ કહેતા, રીક્ષા ડ્રાઇવરે નિરંજનાબેનને આ સ્પેશ્યલ ભાડુ છે તેમ કહી નીચે ઉતારી, આ પેસેન્જરને થોડે આગળ ઉતારીને હું તમને લઇ જઇ તેમ કહી રીક્ષા લઇ જતા રહેલ, આ વખતે નિરંજનાબેને જોતા તેમના ગળામાં પહેરેલ સોનાના ચેઇન પેંડલ કિં.રૂ.૪૫,૦૦૦/- નો જોવામાં ન આવતા, રીક્ષા બેસેલ થેલા વાળા પુરુષ નિરંજનાબેનની નજર ચુકવી, થેલાની આડમાં સોનાના ચેઇન પેંડલની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે નિરંજનાબેનએ આ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૭૮/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૮/૦૪/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી હકિકત આધારે અમરેલી, કુંકાવાવ જકાતનાકા પાસેથી સી.એન.જી. રીક્ષામાં શંકાસ્પદ ત્રણ ઇસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન મળી આવતા, પકડાયેલ ઇસમોની સઘન પુછ પરછ કરતા તેઓએ ઉપરોકત ગુનાની કબુલાત આપતા, તેઓને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ સોલંકી, ઉ.વ.૨૨, રહે.રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, મામાવાડ પાસે, તા.જિ.રાજકોટ
 (૨) રવિ બટુકભાઇ સોલંકી, ઉ.વ.૨૫, રહે.રાજકોટ, કુબલીયાપરા, શેરી નં.૫, મેલડી માના થાક પાસે, તા.જિ.રાજકોટ,
 (૩) વિપુલ વલ્લભભાઇ કાવેટીયા, ઉં.વ.૨૦, રહે.રાજકોટ, રણુજા મંદિર, લાપાશ્રી રોડ પાસે, તા.જિ. રાજકોટ.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) સોનાનો પેડલ સાથેનો ચેઇન વજન ૧૦,૯૪૦ ગ્રામ, કિં.રૂ.૪૫,૦૦૦/- એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૨૫,૦૦૦/- ) CNG રીક્ષા નંબર પ્લેટ વગરની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230419-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *