Gujarat

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નો અંતિમ અવસર યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર  દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આશય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નો અંતિમ અવસર નું આયોજન આગામી તા.૨૧ એપ્રિલ ના યોજાશે. આ સ્પર્ધા જૂનાગઢ જિલ્લા માટે ફરી તા.૨૧ એપ્રિલ ના યોજવામાં આવેલ છે. આ તાલુકા કમ જિલ્લા કક્ષાની  ઓનલાઈન સ્પર્ધા માં બાકી રહીં ગયેલ હોઈ,પરીક્ષા હોઈ અને આ ક્વિઝ માં ભાગ ન લઈ શક્ય હોય તેવું વિદ્યાર્થીઓ ફરી પાછા આ ક્વિઝ આપી શકે છે. જેના સ્લોટ અહીં આપેલ છે સ્લોટ ૧. સવારે ૯:૦૦કલાકે ,સ્લોટ ૨.બપોર ના ૧૨:૦૦ વાગ્યે ,સ્લોટ ૩.બપોર પછી 3:૦૦ કલાકે અને  સાંજ ના ૬:૦૦ કલાકે યોજવા માં આવશે.

જૂનાગઢ જિલ્લા ના તમામ  પ્રતિભાશાળી,રસ ધરાવતા વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવા હેતુ થી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.ઇ.ઓ કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહયા છે. આ સ્પર્ધા વિષે વધુ જાણકારી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર નો સંપર્ક કરવા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *