ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનાં PI ઘોરી, ASI મગનલાલ, ભુપતભાઇ, મુળરાજસિંહ, વિલાસબેન (રાઇટર), પ્રવીણભાઈ પટેલ, સોયેબભાઇ, નિલેશભાઈ પિત્રોડા, પ્રતાપસિંહ અને સૌ સ્ટાફ મિત્રોએ સાથે મળીને શસ્ત્રપૂજન કર્યુ હતું. આ શસ્ત્રપૂજન સાથે દૈત્યપ્રકૃતિ સામે દૈવીશક્તિ નાં વિજયનાં પ્રતીક સમાન વિજ્યા દશમી એ વીરતા અને શોર્ય નું પ્રતીક પણ છે તયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે શાંતિ અને સુરક્ષા નાં વાતાવરણ માટે કટિબદ્ધ રહેશે એમ સંદેશ આપ્યો હતો.


