Gujarat

બોડેલી APMC ની ચૂંટણીમાં ભાજપ નો ભગવો લહેરાયો ભાજપ નો 8 બેઠક ઉપર ભવ્ય વિજય  

ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ ના પાંચ પાંચ સરખા ઉમેદવારો જીત્યા વેપારી વિભાગની ચાર બેઠકોમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર જીત્યા

બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંગળવારે યોજાયેલી રસાકસીભરી ચૂંટણીના અંતે ભાજપાનો ભગવો ફરી લહેરાયો છે. બીનહરીફ જાહેર થયેલી બે બેઠક પૈકી એક બેઠક ભાજપાના ફાળે ગઇ હતી.

બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસી ભરેલી યોજાયેલી ચૂંટણી ની મતગણતરીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને પાંચ પાંચ સરખા ઉમેદવારો જીત્યા હતા જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકોમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર જીત્યા હતા કુલ ૧૬ બેઠકોમાં ભાજપને દસ અને કોંગ્રેસને છ બેઠકો મળી હતી બોડેલી માર્કેટના હોલમાં મંગળવારે સવારે 9:00 કલાકે જિલ્લા રજીસ્ટર ની હાજરીમાં સૌ પ્રથમ ખેડૂત વિભાગની મતગણતરી શરૂ થઈ હતી ધીમી ગતિએ ચાલતી મત ગણતરી ન લીધે લોકો ગરમીમાં કંટાળ્યા હતા અને રાત્રે 8:00 વાગે ખેડૂત વિભાગનું પરિણામ આવ્યું હતું રાતે 8:00 વાગ્યા પછી વેપારી વિભાગની મતગણતરી શરૂ થઈ હતી ત્યારે બહાર ટોળા જામ્યા હતા દોઢ કલાક જેટલી મતગણતરીના અંતે ભાજપના ત્રણ ઉમેદવારો જીત્યા હતા જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ હતી કુલ ૧૬ બેઠકોમાં ભાજપને 10 અને કોંગ્રેસને છ બેઠકો મળી હતી જો કે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કયા ઉમેદવારને મેન્ટેડ આપે છે અને જીતેલા સભ્યો કોને મત આપે છે તે તો જોવું રસપદ રહ્યું છે બોડેલી બજાર સમિતિની ચૂંટણીમાં બંને વિભાગમાં ભાજપના ઉમેદવારોની જીતનો ડંકો વાગતા તેઓના શુભેચ્છા આપવા માટે ભાજપના નેતાઓ આવી પહોંચ્યા હતા ખેડૂત વિભાગમાં કુલ 797 મતો માંથી કુલ 21 ઉમેદવારોમાંથી સવ થી વધુ શશીકાંત રાઠવા ને 561 મત મળ્યા હતા જ્યારે વેપારી વિભાગમાં કુલ 89 મતોમાંથી સૌથી વધુ કાર્તિક શાહને 53 મત મળ્યા હતા આમ બોડેલી એપીએમસીની ચૂંટણીમાં  ભાજપ નો ભગવો લહેરાયો હતો ભાજપ નો 8 બેઠક ઉપર ભવ્ય વિજય થયો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1681872306867.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *