Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.793 અને ચાંદીમાં રૂ.1,192નો કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા

કોટન ખાંડીના વાયદાના ભાવમાં રૂ.140નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ
સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12,964 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13,245 કરોડનું

ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.45 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,54,638 સોદાઓમાં કુલ રૂ.26,255.03 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,964.48 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.13245.8 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,25,685 સોદાઓમાં રૂ.9,728.61 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.60,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,509 અને નીચામાં રૂ.59,653ના મથાળે અથડાઈ, પ્રથમ
સત્ર સુધીમાં રૂ.793 ઘટી રૂ.59,695ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.409 ઘટી રૂ.47,804 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.5,972ના ભાવે પહોંચ્યો હતો.
સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.656 ઘટી રૂ.59,675ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,299ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.75,347 અને નીચામાં રૂ.73,970ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,192 ઘટી રૂ.74,057ના
સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,130 ઘટી રૂ.73,957 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1,123 ઘટી રૂ.73,967 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 12,383 સોદાઓમાં રૂ.1,435.38 કરોડના વેપાર થયા હતા.
તાંબુ એપ્રિલ વાયદો રૂ.778.45ના ભાવે ખૂલી, રૂ.7.40 ઘટી રૂ.773.85 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.1.55 ઘટી રૂ.212.80ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.90 ઘટી રૂ.248ના ભાવ થયા હતા. મિની
વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.212.90 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ
રૂ.0.35 વધી રૂ.183.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.4.70 ઘટી રૂ.248.60 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 49,363 સોદાઓમાં રૂ.1,771.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,633ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,639
અને નીચામાં રૂ.6,487ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.169 ઘટી રૂ.6,510 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.163 ઘટી રૂ.6,513 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.194ના ભાવે ખૂલી, રૂ.1.60 ઘટી રૂ.193.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.3 ઘટી
193.4 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.28.55 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી એપ્રિલ
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,180 અને

નીચામાં રૂ.62,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.63,060ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.90 ઘટી રૂ.970.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,514.37 કરોડનાં
7,515.818 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,214.24 કરોડનાં 697.138 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.731.22 કરોડનાં 11,12,200 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,040.72 કરોડનાં 5,27,19,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.220.77 કરોડનાં 10,349 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.70.10 કરોડનાં 3,823 ટન તાંબાના વાયદાઓમાં રૂ.710.22 કરોડનાં 9,160 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.434.29 કરોડનાં 17,332 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.64 કરોડનાં 2,928 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.91 કરોડનાં 101.16
ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,753.629 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 901.028 ટન, તાંબાના વાયદાઓમાં 12,642.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 16,757 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,979 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,966 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 5,41,540 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,72,89,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
17,136 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 295.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.44.75 કરોડનાં 546 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 491 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 16,525
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,525 અને નીચામાં 16,290 બોલાઈ, 235 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 215 પોઈન્ટ ઘટી
16,301 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13245.8 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1746 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2296.98 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6405.49 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2796.46
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.275.12 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,600 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.399ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.399 અને નીચામાં રૂ.216.10ના
મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.74.20 ઘટી રૂ.227.50 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.190
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.55 ખૂલી, ઉપરમાં રૂ.9.50 અને નીચામાં
રૂ.6.85 રહી, અંતે રૂ.0.35 ઘટી રૂ.7.95 થયો હતો.
સોનું મે રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,112ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.1,150 અને નીચામાં રૂ.715.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.461.50 ઘટી રૂ.741
થયો હતો, જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.580
ખૂલી, ઊપરમાં રૂ.622 અને નીચામાં રૂ.349.50 રહી, અંતે રૂ.240.50 ઘટી રૂ.366 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,073.50ના ભાવે ખૂલી,
રૂ.531.50 ઘટી રૂ.583.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન

કોન્ટ્રેક્ટ રૂ.395ના ભાવે ખૂલી, રૂ.327 ઘટી રૂ.35.50 થયો હતો. તાંબુ એપ્રિલ રૂ.800 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.38 ઘટી રૂ.0.05 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ મે રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.184ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.254.30 અને નીચામાં રૂ.179.20ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.66.70 વધી રૂ.239.60 થયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.190 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.40 ખૂલી, ઉપરમાં રૂ.5 અને નીચામાં રૂ.3.20 રહી, અંતે રૂ.0.95
વધી રૂ.4.55 થયો હતો.
સોનું મે રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન
ઉપરમાં રૂ.243 અને નીચામાં રૂ.151ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.81.50 વધી રૂ.235 થયો હતો,
જ્યારે સોનું-મિની એપ્રિલ રૂ.60,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.296 ખૂલી, ઊપરમાં
રૂ.666 અને નીચામાં રૂ.281 રહી, અંતે રૂ.349 વધી રૂ.645 થયો હતો.
ચાંદી એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.480ના ભાવે ખૂલી, રૂ.428 વધી
રૂ.927.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની એપ્રિલ રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.100ના
ભાવે ખૂલી, રૂ.175.50 વધી રૂ.323 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *