ધ્રાંગધ્રા :
દશેરા એટલે અસત્ય ઉપર સત્ય નો વિજય. દૈત્યશક્તિ સામે દેવી શક્તિના વિજય સ્વરૂપે વિજયા દશમી તરીકે ઉજવવામાં આવતા દશેરા નાં પર્વ માં શસ્ત્ર પૂજન નો અનેરો મહિમા રહેલો છે તયારે ધ્રાંગધ્રા શહેરમાં પણ ક્ષત્રિય સમાજની વાડીમાં દર વર્ષ જેમ આ વર્ષે પણ સામુહિક શસ્ત્ર પૂજન નું આયોજન રખાયેલ હતું.
સ્વર્ણિમ ગુજરાત નાં અધ્યક્ષ અને ધ્રાંગધ્રા નાં લોકલાડીલા ક્ષત્રિય આગેવાન આઈ કે જાડેજા ની ખાસ ઉપસ્થિતિમાં સામુહિક શસ્ત્રપૂજન બાદ ક્ષત્રિયો ઝાલાવાડ નાં પૂજ્ય દેવ અને ઝાલા કુળના કુળદેવતા હરપાલસિંહ દાદા નાં પાવન સ્મારક સુધી એક રેલી સ્વરૂપે પહોંચી અને પૂજ્ય હરપાલ દાદા નાં દર્શન કર્યા હતાં.
