હરિયાણા
નિહંગોનો આરોપ છે કે યુવકને ષડયંત્રના ભાગરૂપે મોકલાયો હતો. આ માટે ૩૦ હજાર રૂપિયા અપાયા હતા. યુવકે અહીં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું પણ અપમાન કર્યું. નિહંગોને આ વાતની જાણ થઈ અને તેને પકડી લીધો. યુવકને ઢસડીને નિહંગો પંડાલ પાસે લાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે યુવકની પૂછપરછનો અને ઢસડવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો છે, જે હાલ સામે આવ્યો નથી. નિહંગો મૃતદેહને પણ ઉતારવા દેતા ન હતા. ઘટનાસ્થળે પહોંચેલા પત્રકારે ફોટો પાડવાની કોશિશ કરી તો તેને પણ ધમકી દઈ ફોન ખિસ્સામાં રાખવા કહ્યું. બલદેવ સિરસા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પોલીસને મૃતદેહ ઉતારવા દેવાયો.હરિયાણાના સોનીપતની કુંડલી બોર્ડર પર એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના સ્થળ કુંડલીમાં સિંધુ બોર્ડર પર ગુરુવારે રાત્રે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. તેને ૧૦૦ મીટર સુધી ઘસડવામાં આવ્યો હતો, યુવકનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને તેનો મૃતદેહને ખેડૂતોના આંદોલન સ્થળે સ્ટેજ સામે જ લટકાવવામાં આવ્યો છે. યુવક પર ગુરુ ગ્રંથ સાહિબની અપવિત્રતાનો આરોપ છે. જાેકે તેને ખેડૂતોના આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ કુંડલીના ખેડૂત આંદોલન સ્થળ પરથી જે વાતો સામે આવી રહી છે એમાં નિહંગો દ્વારા યુવાનોની હત્યાની કરાયાની માહિતી આપવામાં આવી રહી છે. આ ઘટના આવે વહેલી સવારે ૫ વાગ્યાની હોવાનું કહેવાય છે. શુક્રવારે સવારે કુંડલી બોર્ડર પર સનસનાટી મચી ગઈ હતી, જ્યારે ત્યાં સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય મંચ પાસે એક મૃતદેહ લટકતો જાેવા મળ્યો હતો. યુવકનો એક હાથ પણ કાપી નાખવામાં આવ્યો છે. પાંચેય આંગળીઓ સાથે આખી હથેળી કાપી નાખવામાં આવી હતી. ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનાં નિશાન પણ છે. માહિતી મળ્યા બાદ કુંડલી પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા છે. યુવાનોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં વધુ વિગતો જણાવવાનું ટાળી રહી છે.