International

ચીનના શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં લોકડાઉન

ચીન
ઓસ્ટ્રેલિયામાં કોરોનાનાં રોજિંદા કેસમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવ્યો છે. ગુરુવારે ત્રણ પ્રાંતમાં નવા કુલ ૨૭૫૦ કેસ નોંધાયા હતા. ખાસ કરીને વિકટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં ડેલ્ટા વેરિઅન્ટનાં કેસ વધ્યા હતા. અહીં ત્રીજી લહેરની શરૃઆત થઈ હતી. વિકટોરિયામાં બુધવારે ૨૨૯૭ સ્થાનિક કેસ નોંધાયા હતા અને ૧૧નાં મોત થયા હતા.ચીનનાં શિનઝિયાન્ગ પ્રાંતનાં ઘુલ્જા શહેરમાં કોરોનાનાં કેસમાં તીવ્ર વધારો થતા સત્તાવાળાઓ દ્વારા લોકડાઉન લાગુ કરાયું છે. ઉઈઘુર મુસ્લિમોની વસ્તી ધરાવતા આ શહેરમાં બ્રેડ અને બટર તેમજ અન્ય આવશ્યક ચીજાેની તીવ્ર અછત સર્જાઈ છે. આ વિસ્તારમાં વસતા લોકોએ તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી છે. ઘુલ્જાનાં રહીશોએ ફરિયાદ કરી હતી કે તેમનાં ઘરોને બહારથી તાળાં મારી દેવામાં આવ્યાં છે. એક અઠવાડિયા માટે તેમને ઘરની અંદર જે કેદ કરવામાં આવ્યા છે. અચાનક લોકડાઉન લાદવાથી લોકો જીવનજરૃરી ચીજાે ખરીદી શક્યા નથી. રોજબરોજની આવક પર જીવન ગુજારતા આ લોકોને ૩ ઓક્ટોબરથી ઘરમાં કેદ કરાયા છે. રશિયામાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૯૮૬ લોકોનાં મોત થયા હતા. મહામારી શરૃ થયા પછી રોજિંદા મોતનો આ સૌથી મોટો આંકડો છે. આ અગાઉ મંગળવારે ત્યાં ૯૭૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોના વકરવા છતાં અને મૃત્યુનો આંકડો વધવા છતાં સત્તાવાળાઓ ત્યાં લોકડાઉન લાદવા સતત ઈનકાર કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. ઓકલેન્ડમાં કોરોનાનાં કેસમાં ૬ અઠવાડીયામાં સૌથી મોટો વધારો થયો છે. આને કારણે આવતા અઠવાડીયા પછી પણ લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે. ઓકલેન્ડમાં ૧૭ લાખ લોકોને સોમવાર સુધી ફરજિયાત ઘરમાં પુરાઈ રહેવું પડશે. ડેલ્ટા વેરિઅન્ટનાં ત્યાં નવા ૭૧ કેસ નોંધાયા છે જેની સરેરાશ અગાઉ રોજનાં ૫૫ કેસની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *