Gujarat

કઠલાલ સહિત પંથકમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સહિત પંથકમાં મસ્જિદમાં અને ઈદગાહ માં મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઈદ ની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.
 જ્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની  મુબારકબાદી પણ પાઠવી હતી. સવારથી જ વોટ્સએપ, એસ.એમ.એસ. અને ટેલફિોન દ્વારા પણ ઈદ-મુબારકબાદી પાઠવવામાં આવી હતી. જ્યારે નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પણ ‘શિર-ખુર્મા’થી કરવામાં આવ્યું હતું.-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)નો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા. સાથે જ આ દિવસે વિશેષ નમાજ અદા કરાઇ હતી અને દેશભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તે માટે પણ દુઆ કરવામાં આવી હતી. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજજ થઇ એકબીજાના ઘરે જઈ ઈદની મુબારકબાદી પાઠવી હતી.જ્યારે દરગાહ અને કબ્રસ્તાનમાં જઇ ચાદર અને ફૂલો ચઢાવી દુઆઓ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *