Gujarat

મોટીમૂડેલ પ્રાથમિક શાળામાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
મોટીમૂડેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં કઠલાલ તાલુકાના પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડીનેટર અને હાલ દેવનગર -અરાલ પ્રા.શા. ના મ.શિક્ષક  પ્રતાપસિંહ એસ.ડાભી  તેમજ કોકિલાબેન એમ.ઝાલા આચાર્ય, મોટીમૂડેલ પ્રા.શા. એમ શિક્ષક દંપતિનો વય નિવૃત્તિ સન્માન સમારંભ માન. રાજેશભાઈ ઝાલા ધારાસભ્યશ્રી  કપડવંજ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી  ,પૂર્વ ધારાસભ્ય
કનુભાઇ ડાભી, ખેડા જિલ્લા  બક્ષીપંચ ભાજપના  પ્રમુખ કિરણસિંહ ડાભી,  રણજીતસિંહ ડાભી એજ્યુકેશન ઇન્સપેક્ટર વડોદરા જિલ્લો, એ.ડી.ડાભી ટી.પી.ઇ.ઓ .ઉમરેઠ, દિનેશભાઇ અસારી ટી.પી.ઇ.ઓ , કઠલાલ,
બી.આર.સી.કો.ઓ.મિતાબેન પઢિયાર,  મંડળીના ચેરમેન દેવેન્દ્રભાઈ પટેલ, મંત્રી મહોબતસિંહ  ચૌહાણ, શૈક્ષીક સંઘના પ્રમુખ સંગ્રામસિંહજી સોલંકી, ગામના સરપંચ દીપકભાઈ ડાભી, તેમજ બંને ગામની એસ.એમ.સી.ના  સભ્યો, ગ્રામજનો ,સમગ્ર તાલુકામાંથી  મોટી સંખ્યામાં શિક્ષકો રહ્યા. મહેમાનોને એ પોતાના પ્રવચનમાં કહ્યું કે શિક્ષક દંપતિ એક સાથે નિવૃત્ત થતું હોય એવો પહેલો પ્રસંગ છે. બી.આર.સી.તરીકેની ઉત્તમ કામગીરીને મહેમાનોએ બિરદાવી હતી.બંનેનું  શેષજીવન ખૂબ સુખમય રહે તેવી તેવી શુભેચ્છા પાઠવી હતી.. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો ,ગ્રામજનો હાજર રહ્યા.એના પરથી કહી શકાય કે તેઓએ તેમની ફરજ  નિષ્ઠાપૂર્વક નિભાવી હશે. મહેમાનોના પ્રવચન બાદ સ્મૃતિચિહ્નન ભેટ અર્પણ વિધિ પણ લાંબી ચાલી હતી..શાળાની બાળાઓએ  સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી નરેન્દ્રભાઇ ડાભી વાડીનીમુવાડી અને પંકજભાઈ ઝાલા આચાર્યશ્રી દેવટાકુવા એ કર્યું હતું

IMG-20230422-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *