Gujarat

સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેરીનો દિવ્ય શણગાર અને દિવય અન્નકુટ ધરાવાયો…             

અખાત્રીજને નિમિત્તે
વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ પધાર્યા
 વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અખાત્રીજને શનિવાર  નિમિત્તે તા.22-04-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા 7:00  કલાકે શણગાર આરતી પ.પૂ.શા. ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી-મુખ્ય કોઠારીશ્રી – સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને  કેરીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ  પધારેલ તેમજ બપોરે ૧૧:૧૦ કલાકે દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230422-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *