ઊના શહેર અને તાલુકામાં પરશુરામ જન્મોત્સવ નિમીતે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભુદેવો
જોડાયા હતા. આ ડીજેના તાલે ધામધુમ પૂર્વક શોભાયાત્રા ટાવર ચોક પાસે બ્રહ્મસમાજની વાડી ખાતે થી બજારમાંથી નિકળી મુખ્ય
માર્ગ પર ફરી હતી. અને કન્યા હાઇસ્કુલ ખાતે પહોચી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો વડીલો યુવાનો ભાઇ-બહેનો
સહીત મોટી સંખ્યામાં જોડાયા હતા. અને સાંજના ૭ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સન્માન સમારોહ યોજાયેલ
અને મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ લોકોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો.
