*આજે હિન્દુઓનો પવિત્ર તહેવાર ભગવાન પરશુરામ જન્મ જયંતી તેમજ મુસ્લિમ નો પવિત્ર તહેવાર ઈદ હોય ત્યારે બંને સમુદાયના આગેવાનોએ શોભાયાત્રામા મુસ્લિમ સમુદાયના લોકોએ અરસ પરસ આસ્થા મુજબ સન્માન કરી અને હિન્દુ મુસ્લિમ એકતા નું દ્રશ્ય પ્રકાશિત આજે વેરાવળના મુખ્ય માર્ગ પર ભગવાન પરશુરામ ના જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નું સન્માન કરતા સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અનવરભાઈ તેમજ મુસ્લિમ આગેવાનોએ પરશુરામ ભગવાનની છબીને હારતોરા કરી આગેવાનોનું સ્વાગત કર્યું ત્યારે બ્રહ્મ સમાજના ભૂદેવો એ પણ મુસ્લિમ સમાજના આગેવાનોને સાલ ઓઢાડી ઈદ મુબારક સાથે શુભેચ્છા પાઠવી અને હિંદુ મુસ્લિમ એકતાનું દ્રશ્ય પ્રકાશિત થયું ત્યારે વિવિધ સમાજ દ્વારા શોભાયાત્રા નુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું જેમાં હિંદુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ રાજકીય આગેવાનો એ અલગ અલગ સ્થળ પર સ્ટોલો લગાડી પુષ્પ ગુચ્છ થી બ્રહ્મ સમાજની શોભાયાત્રા નું સ્વાગત કર્યું ત્યારે વેરાવળના સામાજિક આગેવાનો મુકેશભાઈ ચોલેરા અનિષ રાચ્છ યોગેશભાઈ સતીકુવર એ શોભાયાત્રા નું સ્વાગત કરી મુસ્લિમ સમાજના આગેવાનોને ઈદ મુબારક ની શુભેચ્છા પાઠવી હતી..હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતુ