નવી દિલ્હી
નિહંગ સિખોનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે, આ પાપી યુવકે ગુરૂ ગ્રંથ સાહેબની બેઅદબી કરી હતી અને તેના કારણે અમારી સેનાએ તેનો હાથ કાપી નાંખ્યો છે અને તેનો પગ પણ કાપી નાંખ્યો છે. વિડિયોમાં નિંહગો કહી રહ્યા છે કે, ગઈકાલે રાત્રે આ યુવક તંબૂમાં આવ્યો હતો. તે ગ્રંથ સાહેબને ઉઠાવીને ભાગતો હતો ત્યારે સેવાદારોએ તેને પકડી લીધો હતો. જ્યારે તેની પૂછપરછ કરાઈ અ્ને તે કશું કહેવા તૈયાર ના થયો ત્યારે પહેલા તેનો હાથ કાપવામાં આવ્યો હતો અને એ પછી તેનો પગ કાપી નાંખવામાં આવ્યો હતો. બાદમાં તેનુ મોત થયુ હતુ. દરમિયાન યુવકનો પણ મરતા પહેલાનો વિડિયો વાયરલ થયો છે. આ યુવક લોહીથી લથપથ પડયો છે ત્યારે આજુબાજુ ટોળે વળેલા લોકો તેને પૂછે છે કે તુ કોણ છે અને ક્યાંથી આવ્યો છે ત્યારે આ યુવક જવાબ આપે છે કે, હું કબુલ છું કે નિહંગોએ મારો હાથ કાપ્યો છે અને સાથે સાથે કહે છે કે, મારૂ માથુ કાપી નાંખવામાં આવે..હવે મારાથી દર્દ સહેવાતુ નથી ત્યારે નિહંગ તેને કહે છે કે, તુ તડપી તડપીને મરીશ.દિલ્હી હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે એક યુવકની બેરહેમીપૂર્વક કરાયેલી હત્યાના પગલે માહોલ ગરમ થઈ ગયો છે. આ યુવકની ક્રૂરતરા પૂર્વક હત્યા કરીને તેને બેરીકેડ પર લટકાવી દેવાયો હતો અને તેનો હાથ કાપીને જાેડે લટકાવવામાં આવ્યો હતો. આ ઘટનાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે ત્યારે નિહંગ સિખોએ આ હત્યાની જવાબદારી લીધી છે.